ભારતમાં રણપ્રદેશ ધરાવતા વિસ્તારોમાં ગુજરાત ત્રીજા ક્રમાંકે આવે છે. પહેલા ક્રમાંકે ઝારખંડ અને બીજા પર રાજસ્થાન આવે છે. ગુજરાતના ૧.૯૬ કરોડ હેકટર્સ વિસ્તારમાંથી ૫૨ ટકા રણપ્રદેશ છે. ઝારખંડમાં ૬૮.૯૮ ટકા રણવિસ્તાર છે જયારે ગુજરાત અને રાજસ્થાનમાં ૬૨.૯૦ ટકા વિસ્તાર રણપ્રદેશ છે.

તાજેતરમાં જ સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) દ્વારા રીલિઝ કરવામાં આવેલા ડીઝર્ટીફિકેશન એન્ડ લેન્ડ ડિગ્રેડેશન એટલાસ ઓફ ઈન્ડિયા ૨૦૧૬ અનુસાર, ૨૦૦૩-૨૦૦૫ અને ૨૦૧૧-૨૦૧૩ દરમિયાન ઝારખંડમાં રણવિસ્તારમાં ૧.૦૧ ટકા વધારો થયો છે જયારે રાજસ્થાનમાં ૦.૨૯ ટકાનો ઘટાડો થયો છે. Desertification એટલે કે ઉજ્જડ જમીન એવા વિસ્તારને કહેવામાં આવે છે, જયાં શુષ્ક જમીન વધારે હોય, પાણીનું પ્રમાણ ઘટી ગયું હોય અને હરિયાળી તેમજ વાઈલ્ડલાઈફમાં પણ ઘટાડો થયો હોય.

એટલાસ અનુસાર પાછલા આઠ વર્ષમાં પાણીને કારણે મહત્તમ ધોવાણ થયું છે. ૧.૮૫ લાખ હેકટર જમીનમાંથી ૭૧,૩૯૮ હેકટર જમીનનું ધોવાણ થયું છે. વિશ્લેષણ અનુસાર, દેશના TGA (Total Geographic Area)માં ઉતરતા ક્રમમાં જોવા જઈએ તો સૌથી વધારે લેન્ડ ડિગ્રેડેશન રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, ઝારખંડ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ અને તેલંગણામાં થયું છે. કેરળ, અસમ, મિઝોરમ, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને અરુણાચલ પ્રદેશ એવા રાજયો છે જયાં ૧૦ ટકાથી પણ ઓછા વિસ્તારમાં લેન્ડ ડિગ્રેડેશન જોવા મળ્યું છે.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment