🖋આરોપીને પકડવા જતા બી-ડિવીઝન પોલીસના ત્રણ કર્મીઓ પર કરાયો છરી વડે હુમલો.. જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભુજ શહેરના દિનદયાલ નગર ખાતે ફરતો અને ખૂન ના કેસનો આરોપી એવો કાસમ મામદ નોતિયારને બી ડીવીઝન પોલીસના ત્રણ કર્મીઓ ને પકડવા ગયા હતા ત્યારે આરોપી એવા કાસમ ને આ વાત ની જાણ થઇ જતા તે સતર્ક બની ગયો હતો અને તેને પકડવા આવેલ જયદિપસિંહ પ્રો. ASI, પ્રકાશભાઈ-કોન્સ્ટેબલ અને સુરેશભાઈ ડ્રાઈવર પર ગંભીર હુમલો કરીને કાસમ નાશી છૂટ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી કાસમ મામદ નોતિયાર ભૂતકાળમાં તેના જ બનેવી ના ખૂન કેસમાં સજા કાપી રહ્યો છે અને હાલ પેરોલ પર છૂટ્યો છે. ગઈ કાલે લૂટનો બનાવ અને આજે (૧૯-૧) ના રોજ ખુદ પોલીસ પર જ જીવલેણ હુમલો થતા ક્યાંક પોલીસની ધાક આરોપીઓ પર ઓછી થઇ રહી છે તેવું ચોક્કસ જણાઈ આવે છે. હાલ ત્રણેય પોલીસ કર્મીઓને ભુજ જી.કે. જનરલમાં પ્રાથમિક સારવાર અપાઈ ને ભુજની નાણાવટી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આવી ઘટના બનતા પોલીસે આરોપી કાસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ