Skip to main content

પોલીસના ત્રણ કર્મીઓ પર છરી વડે હુમલો..

🖋આરોપીને પકડવા જતા બી-ડિવીઝન પોલીસના ત્રણ કર્મીઓ પર કરાયો છરી વડે હુમલો..

જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભુજ શહેરના દિનદયાલ નગર ખાતે ફરતો અને ખૂન ના કેસનો આરોપી એવો કાસમ મામદ નોતિયારને બી ડીવીઝન પોલીસના ત્રણ કર્મીઓ ને પકડવા ગયા હતા ત્યારે આરોપી એવા કાસમ ને આ વાત ની જાણ થઇ જતા તે સતર્ક બની ગયો હતો અને તેને પકડવા આવેલ જયદિપસિંહ પ્રો. ASI, પ્રકાશભાઈ-કોન્સ્ટેબલ અને સુરેશભાઈ ડ્રાઈવર પર ગંભીર હુમલો કરીને કાસમ નાશી છૂટ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી કાસમ મામદ નોતિયાર ભૂતકાળમાં તેના જ બનેવી ના ખૂન કેસમાં સજા કાપી રહ્યો છે અને હાલ પેરોલ પર છૂટ્યો છે. ગઈ કાલે લૂટનો બનાવ અને આજે (૧૯-૧) ના રોજ ખુદ પોલીસ પર જ જીવલેણ હુમલો થતા ક્યાંક પોલીસની ધાક આરોપીઓ પર ઓછી થઇ રહી છે તેવું ચોક્કસ જણાઈ આવે છે. હાલ ત્રણેય પોલીસ કર્મીઓને ભુજ જી.કે. જનરલમાં પ્રાથમિક સારવાર અપાઈ ને ભુજની નાણાવટી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આવી ઘટના બનતા પોલીસે આરોપી કાસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com




Publishing Today , Created on Jan 19, 2018

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv