કચ્છમાં વિવિધ ટોલ પ્લાઝાઓ પર ટોલ ટેક્સ ભરવો ન પડે એટલા માટે ટ્રક ચાલકો બાજુના ગામો અને ખેતરોમાંથી ટ્રક ચલાવે છે. આ વાત સરકારના ધ્યાનમાં આવતા કચ્છ કલેક્ટરે એક જાહેરનામુ બહાર પાડ્યુ છે.રાજ્ય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્છ જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્થળોએ જુદા જુદા ટોલ પ્લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલા ચાર્જ વસુલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્સી સાથે કરાર કરી ચાર્જ વસુલ કરવાનો અધિકારી આપવામાં આવેલો છે. ટોલ પ્લાઝાની નજીકમાં જુદા જુદા ગામો આવેલા છે. આ ગામોના લોકો કોમર્સિયલ વાહનો ધરાવે છે. આવા વાહન ધારકો રાજય સરકારના ઉપરોકત જાહેરનામાનો અમલ કરી નિયત ટોલ ચાર્જ ચુકવણી કરતા નહીં હોવાના સંદર્ભમાં આ ટોલ પ્લાઝાઓ ખાતે અવાર-નવાર સુલેહ શાંતિનો ભંગ થવાના અને નિયત કંપનીના એજન્ટો, નોકરો તેમજ સીકયુરીટી સ્ટાફ વચ્ચે જાહેરમાં મારા-મારી અને તોડફોડના બનાવો બને છે. જેને લઇને આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ચક્કા જામના કારણે વાહન વ્યવહાર થંભી થવાના બનાવો બને છે. જેને પરિણામે સામાન્ય મુસાફર જનતા અગવડતા, અસલામતી અને ભય અનુભવે છે. કેટલીક વખત એમ્બુલન્સ, ફાયર ફાઇ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ