Skip to main content

કચ્છમાં ટોલ ટેક્સ ભરવો ન પડે એટલે બાજુના ખેતરમાંથી ટ્રકો કાઢશો તો હવે ખેર નથી.

કચ્છમાં વિવિધ ટોલ પ્લાઝાઓ પર ટોલ ટેક્સ ભરવો ન પડે એટલા માટે ટ્રક ચાલકો બાજુના ગામો અને ખેતરોમાંથી ટ્રક ચલાવે છે. આ વાત સરકારના ધ્યાનમાં આવતા કચ્છ કલેક્ટરે એક જાહેરનામુ બહાર પાડ્યુ છે.રાજ્ય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્‍છ જિલ્‍લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્‍થળોએ જુદા જુદા ટોલ પ્‍લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલા ચાર્જ વસુલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્‍સી સાથે કરાર કરી ચાર્જ વસુલ કરવાનો અધિકારી આપવામાં આવેલો છે. ટોલ પ્‍લાઝાની નજીકમાં જુદા જુદા ગામો આવેલા છે. આ ગામોના લોકો કોમર્સિયલ વાહનો ધરાવે છે. આવા વાહન ધારકો રાજય સરકારના ઉપરોકત જાહેરનામાનો અમલ કરી નિયત ટોલ ચાર્જ ચુકવણી કરતા નહીં હોવાના સંદર્ભમાં આ ટોલ પ્‍લાઝાઓ ખાતે અવાર-નવાર સુલેહ શાંતિનો ભંગ થવાના અને નિયત કંપનીના એજન્‍ટો, નોકરો તેમજ સીકયુરીટી સ્‍ટાફ વચ્‍ચે જાહેરમાં મારા-મારી અને તોડફોડના બનાવો બને છે. જેને લઇને આંદોલનાત્‍મક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ચક્કા જામના કારણે વાહન વ્‍યવહાર થંભી થવાના બનાવો બને છે. જેને પરિણામે સામાન્‍ય મુસાફર જનતા અગવડતા, અસલામતી અને ભય અનુભવે છે. કેટલીક વખત એમ્‍બુલન્‍સ, ફાયર ફાઇટર જેવા વાહનો સમયસર જે તે સ્‍થળે પહોંચી શકતા નથી. જેની લોકોના જાન માલને જોખમ ઉભું થવાની પુરેપુરી શકયતાઓ રહેલી છે. આવા બનાવો નિવારી શકાય તે માટે આ ટોલ પ્‍લાજાથી પસાર થતા વાહનો રાજય સરકારના જાહેરમાનાનો અમલ કરે અને નિયત કરવામાં આવેલ ટોલ દરની ચુકવણી કરે તેમજ અધિકૃત કરેલ વ્‍યકિતઓની કામગીરીમાં અડચણ ન કરે તે માટે યોગ્‍ય પગલાં લેવા યોગ્‍ય જણાય છે.આ જાહેરનામાં જણાવ્યા મુજબ, ગુનેગારો ગુનાના સ્‍થળેથી અન્‍ય જિલ્‍લામાં તેમજ રાજય બહાર પણ નાસી જતા હોય છે. તેમણે ઉપયોગમાં લીધેલા વાહનની વિગતો પછીથી મળતી હોય છે. જિલ્‍લાના ટોલ નાકાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. 



પ્રતિકાત્મક તસ્વીર
પરંતુ કેટલાક લોકો ટોલનાકા નજીકમાં આવેલ તેમની જમીનમાં થઇને વાહનોને ટોલ ગેઇટમાંથી પસાર થવું ન પડે તે રીતે બાયપાસ થવાની સવલત પુરી પાડે છે. આવા વાહનો ટોલ ગેઇટથી પસાર થતા ન હોવાના કારણે વાહનોના પ્રકાર અને ચાલકની ઓળખ મળી શકતી નથી. પ્રવૃતિમાં સંડોવાયેલા વાહનોની ભાળ મળી શકતી નથી.જિલ્લા કલેક્ટર રેમ્‍યા મોહન આ જાહેરનામા દ્વારા જણાવ્યુ છે કે, કચ્‍છ જિલ્‍લાની મહેસુલી હદમાં આવેલ મોખા ટોલ પ્‍લાઝા, તા.મુન્‍દ્રા-કચ્‍છ, સામખીયાળી ટોલ પ્‍લાઝા, સામખીયાળી તા.ભચાઉ-કચ્‍છ, સુરજબારી ટોલ પ્‍લાઝા તા.ભચાઉ-કચ્‍છ, માખેલ ટોલ પ્‍લાઝા તા.રાપર, ધાણેટી ટોલ પ્‍લાઝા તા.ભુજ ટોલ નાકાઓ પરથી પસાર થતા નાના મોટા વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલ નાકા પર ઠરાવેલ નિશ્‍ચિત જગ્‍યાએ થોભાવવું તથા રાજય સરકારે નકકી કરેલ ટોલ ટેક્ષ ચૂકવી તેની પહોંચ મેળવી અથવા નિયમોનુસાર મૂકિત મળવા પાત્ર હોય તો તેનું કાર્ડ કે પાસ ટોલ પ્‍લાઝાના કર્મચારી, એજન્‍ટ કે નોકરને બતાવીને તે બાદ જ ટોલ નામું પસાર કરવું, વિશેષમાં ઉપરોકત ટોલનાકા નજીક આવેલ જમીનમાંથી બાયપાસ થઇ પસાર થવાના બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઇ પસાર થઇ શકે તેવો કોઇ રસ્‍તો વાહન ચાલકોને પુરો પાડવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમનો સમગ્ર કચ્‍છ જિલ્‍લામાં લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનારને ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ગુનો છે.


Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33

મા ડ્રાઈવીંગ સ્કૂલ : 
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.

મા ગૌશાળા: 
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, 
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર 

મા ડ્રિંકિંગ વોટર: 
15 રૂપિયામાં 20 લીટર


Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv