કંડલા પોર્ટમાં મોટા કૌભાંડનો પર્દાફાસ, ૮ હજાર લિટર ચોરાઉ ડિઝલ ઝડપાયું.. ૩ અધિકારી સહીત પાંચ સામે નોંધાઈ ફરીયાદ.. તસ્વીર માત્ર પ્રતીકાત્મક દિનદયાલ પોર્ટ કંડલામાં ટેન્કરો દ્વારા ઓઈલ ટગોમાં ભરવામાં આવતાં ડિઝલની ચોરીના એક ષડયંત્રનો સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફૉર્સએ પર્દાફાશ કરી ૫.૩૬ લાખના ૮,૦૦૦ લિટર ડિઝલ સાથે બે ડ્રાઈવરોની ધરપકડ કરી છે. આ ષડયંત્રમાં પોર્ટના સ્ટોર કીપર અને બે મદદનીશ ઈજનેરોની મિલિભગતનો પર્દાફાશ થતાં પાંચેય વિરૂધ્ધ કંડલા મરીન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે સાંજે ચાર વાગ્યે CISFએ પોર્ટમાં ડિઝલ ઠાલવીને બહાર જઈ રહેલાં બે ટેન્કરની તલાશી લેતાં તેમાંથી 8 હજાર લિટર ડિઝલ મળી આવ્યું હતું. ટેન્કર નંબર GJ 12 Z 293માંથી બે હજાર લિટર અને ટેન્કર નંબર GJ 12 W 9848 માંથી 6 હજાર લિટર ડિઝલનો જથ્થો મળી આવ્યો હતો. બંને ટેન્કર કંડલા આઈઓસી ડેપોમાંથી ડિઝલ ભરાવી ફ્લોટીલા જેટીમાં લાંગરેલાં ટગમાં ડિઝલ ઠાલવીને પરત જતાં હતા. પરંતુ, ટેન્કરોમાં રહેલું ડિઝલ પૂરેપૂરું ઠાલવાયું નહોતું. CISFએ બંને ટેન્કરના ચાલક રાજેશગર માયાગર ગુંસાઈ (રહે. મોડવદર, અંજાર) અને ઈકબાલ ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ