ભુજ ખાવડા રોડ પર લોરીયા નજીક અકસ્માતમાં મૃતક અને ઘાયલોનાં નામ પોલીસ દ્વારા જાહેર કરાયાં છે જેમાં મૃતક જેતપુર ધોરાજીના હોવાનું બહાર આવ્યું છે , મૃતકમાં (૧)રવિભાઈ .(૨)વિજય ધીરજભાઈ ડોબરીયા.( ૩),મિલન કાનજીભાઈ કોરડીયા.( ૪,) હાર્દિક રજનીકાંત બાંભણીયા (૫,) ગૌરવ નથુભાઈ કોટડીયા (૬) રાજ વલ્લભાઈ સેંજલીયા (૭) પ્રશાંત રમણિકભાઈ કાચડીયા (૮) પીયૂષ અશોકભાઈ ખોખર (૯) જયદીપ વિઠ્ઠલભાઈ બુટાણી નામ જાહેર થતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગમગીની છવાઈ ગઈ ચછે મૃતકો તાલુકો-જેતપુર, ધોરાજી નાં હોવાનું બહાર આવ્યું છે , મૃતક યુવકો ઈકો વાન જીજે ૩ ઈસી ૩૬૮૧ માં સવાર હતા અને સફેદ રણથી પરત ભુજ તરફ આવી રહ્યાં હતા. ત્યારે સામેથી આવતી ભુજની ખાનગી ટ્રાવેલ્સની બસ નંબર જીજે ૧૨ એ૨ ૦૪૧૩ વચ્ચે અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્ત તમામ કચ્છનાં હોવાનું જાહેર કરાયું છે, જેમાં મામદ ઈબ્રાહિમ સમેજા ઉ.વ.28, ડુમાડો, શરીફ સુમાર પઠા ઉ.વ. ૧૮ રહે. ખાવડા, મામદ નોડે ઉ.વ.૪૦ રહે. અકલી ,ઓસમાણ રહીમ સમા ઉ.વ. ૨૬ રહે. મોટા દિનારા, હોવાનું ખુલ્યું છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત....
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ