Skip to main content

Posts

Showing posts from November 26, 2018

ડો.વર્ગીસ કુરિયન અમુલ ડેરીના ફંડ માંથી કરાવતા ધર્મ પરિવર્તન: દિલિપ સંઘાણી..

અમુલ બ્રાન્ડને વિશ્વકક્ષાએ ખ્યાતી અપાવનાર ડો.વર્ગીસ કુરિયનના જન્મદિવસના અનુસંધાને અમુલ દ્વારા એક બાઈકરેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઈક રેલી આજે અમરેલીની અમરડેરી ખાતે આવી પહોચી હતી ત્યારે જ અમર ડેરીના સ્થાપક ચેરમેન અને પૂર્વ સહકાર મંત્રી દિલીપ સંઘાણીએ ડો.કુરિયન વિષે વિવાદિત નિવેદન આપતા સહુ કોઈ ચોકી ઉઠ્યા હતા. પોતાના વક્તવ્ય દરમ્યાન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે ડો. કુરિયન તો અમૂલના એક કર્મચારી હતા. આ વિશ્વકક્ષાની ડેરી ની સ્થાપના પાછળ સરદાર પટેલ અને ત્રિભોવનભાઈ પટેલ ની મહેનત છે. પરંતુ આજે તેમને ભૂલી જવાય છે. દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે ડો.વર્ગીસ કુરિયન અમુલ ડેરી ના ફંડ માંથી ક્રિશ્યન મીશાનરીને અનુદાન આપતા હતા જેમાં થી ધર્મ પરિવર્તન થતા હતા. તો બીજી તરફ તેઓએ ડાંગ જીલ્લામાં શબરી ધામ માટે દાન નહોતું આપ્યું. વર્ગીસ કુરિયન ક્રિશ્યન હતા અને દેશ માં અંગ્રેજી અખબારો પણ ક્રીશ્યનનો નું વર્ચસ્વ છે તેવા સંજોગોમાં દર કુરિયન ને હીરો બનાવી દેવામાં આવ્યા છે.. અહેવાલ-બસીર દલ, સાવરકુંડલા Android App - maa news YouTube - maa news live Fb page - maa news li