છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે તેને જોતા ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટે દેશવ્યાપી હડતાળનો નિર્ણય કર્યો છે. દેશભરના ટ્રક ચાલકો આજે પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોના વિરોધમાં હડતાળ પર ઉતર્યા છે. આ સાથે જ ઓલ ઈન્ડિયા કોફેડરેશન ઓફ ગુડ્ઝ વેહિકલ્સ ઓનર્સ એસોસિએશને પણ આ હડતાળમાં શામેલ થવાનો નિર્ણય લીધો છે.

એસોસિએશન અનુસાર આજે લગભગ 50 લાખ વાહન હડતાળ પર રહેશે. તે રસ્તા પર ચાલશે નહિ. આ તમામ ટ્રક ચાલકોની માંગ છે કે પેટ્રોલિયમ પદાર્થના ભાવોને તાત્કાલિક અસરથી ઘટાડવામાં આવે. વળી, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાલમાં જ 2018-19 માટે વિમાની રકમ વધારી દીધી છે. જેને 30 ટકા વધારવામાં આવી છે. ત્યારબાદ નવા પ્રીમિયમ રેટ 18, 19 અને 30 કરી દેવામાં આવ્યા છે. આ અંગે પણ ટ્રક માલિકોમાં નારાજગી છે.

ટ્રક માલિકોનું કહેવુ છે કે અમે પહેલેથી જ મોંઘા ડિઝલના કારણે પરેશાન છીએ સાથે જ ટાયર અને સ્પેયર પાર્ટ્સના ભાવો પણ વધારવામાં આવ્યા છે. જેના કારણે ગાડીઓની જાળવણીનો ખર્ચ પણ વધી ગયો છે. આ ઉપરાંત ગાડી પર લોન અને રોડ ટેક્સ પણ ઘણો વધુ છે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment