ભુજપાલિકામાં આડેધડ ભરતી કરાયેલા કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓ તથા બોગસ કામદારોના કારણે પાલિકાની તિજોરી પર પગારનું ભારણ વધ્યું છે. આ ભારણ એટલું વધી ગયું છે કે દર માસે અડધો માસ થઈ ગયા છતાં રોજમદાર, ફિકસ વેતનના કર્મચારીઓ તો ઠીક કાયમી કર્મચારીઓને પણ પગાર કરવા મુશ્કેલ થઈ રહ્યા છે. જેના કારણે જે કર્મચારી ખરેખરે કામ કરે છે તેઓને પણ દર માસે નિયત તારીખે પગાર છેલ્લા એક વર્ષથી મળી રહ્યો નથી. ગત વર્ષે તો પરિસ્થતી એટલી વકરી હતી કે ત્રણ માસ સુધી કર્મચારીઓને પગાર મળી શકયો ન હતો જેના કારણે તહેવારોમાં ગરીબ કામદારાનો ઘરે ખાલી વાસણો ખખડે તેવી સ્થીતી પેદા થઈ હતી. આ સ્થિતી હવે દર માસે સામે આવી રહી છે અગાઉ ફિકસવેતનકારો કે કોન્ટ્રાકટબેઝ ના કર્મચારીઓને નિયમિત પગાર અપાતો ન હતો હવે તોકાયમી કર્મચારીઓ પણ ઝપેટમાં આવી જાય છે. સુત્રોના જણાવ્યા મુજબ દર માસે ૨૫ લાખથી વધુનો જે પગાર ચુકવાય છે તેમાં તપાસ કરાય તો અનેક બોગસ વ્યકિતઓના નામે પણ પગાર થાય છે . જે વર્ષોથી ચાલ્યું આવે છે તેમજ છેલ્લા બે વર્ષમાં તેનું પ્રમાણ વધ્યું છે.
જે શખ્સોને ખુદ તેના વિભાગના કર્મચારીઓ જાણતા નથી તેવા કામદારોના નામ ચોપડે ચડાવીને હાજરી પણ ખોટી પુરીને તેના નામે પુરા પગાર લઈ લેવાય છે. એક તરફ પાલીકાએ કેટલાક કામ દારોના બેંક એકાઉન્ટમાં ખોલાવ્યા છે પણ તેમાં પણ ગોલમાલ થઈ રહી છે. જે બોગસ કર્મચારીના પેટે એકાઉન્ટ ખુલ્યા છે તેના એટીએમ જે તે શખ્સો પાસે હોય છે પરીણામે જેવો પગાર જમા થાય કે ઉપાડી લેવાય છે. આ મુદે ગત વર્ષે ચીફ ઓફીસર દ્વારા તપાસ પણકરાઈ હતી. જો કે, આજદિન સુધી સુધરાઈના પદાધિકારી કે અધિકારી દ્વારા સેનીટેશન, લાઈટવિભાગ, ગટર વિભાગ સહીતના ખાતાઓમાં બિનઉપયોગી કે બોગસ ખરેખર કેટલાક લોકો કામ કરે છે તેની પરેડ કરાવાઈ નથી. ત્યારે નાણા ન હોવાનું કહીને પગાર ન ચુકવતી પાલીકાના વહીવટની ગતિવીધીની ઉચ્ચકક્ષાએથી તપાસ કરાય તેવી માંગણી કરાઈ છે.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment