ભુજ શહેરમાં અનૈતિક સંબંધ નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે..
ઘોર કલયુગ : સગી માતાએ જ દીકરીને પોતાના આશિક સાથે ના અનૈતિક સંબધોની કલીપ ઉતારવા કરી મજબુર..
અવારનવાર પોલીસ ચોપડે અનૈતિક સંબધોના કિસ્સાઓ નોંધાતા જ હોય છે અને આવા કિસ્સામાં લગભગ બન્ને પરીવારો પીસાતા હોય છે એટલે કે ભોગ બનતા હોય છે. આવા કિસ્સામાં ક્યારેક પીડિતનો પરિવાર કોઈ ડર થી કે ક્યારેક કોઈ શરમ થી પોલીસ નો સાથ લેવામાં ખચકાટ અનુભવતા હોય છે. આજે અમારા ધ્યાને આવો જ એક કિસ્સો આવ્યો છે જેમાં રાવલવાડી ખાતે રહેતી એક પરિણીતાનો ભુજ ના જ ભાનુશાલી નગર ખાતે રહેતા એક શખ્સ સાથે લગભગ છેલ્લા ૩ વર્ષથી અનૈતિક સંબંધો હતા.
પરિણીતાના સાસરા પક્ષને પણ આ બાબતની સંપૂર્ણ માહિતી થોડા સમયના અંતરાલમાં મળી ગઈ હતી પરંતુ પરિણીતા સાથે અનૈતિક સંબંધ ધરાવતો આ શખ્સ પરિણીતાના સાસરિયાને અવારનવાર ધમકી આપતો કે જો અમારા સંબંધની જાણ બીજા કોઈને થઇ કે પોલીસમાં જાણ કરી તો જાનથી મારી નાખીસ, અને એકવાર સગી માતાએ જ પોતાની ૯ વર્ષની દીકરીને પોતાના પ્રેમી સાથેના પ્રેમ સંબધોની પળોને ફોનમાં ઉતારવાનું કહ્યું ત્યારે ખરેખર ઘોર કલયુગ આવી ગયો છે તેમ ચોક્કસપણે કહી શકાય અને આ સંપૂર્ણ કાંડમાં પરિણીતાને પણ પોતાના કૃત્યનો જરા પણ અફસોસ માત્ર નહોતો એ નવાઈ ની વાત છે. બીજી બાજુ કદાચ આ ડર અને બદનામી ના થાય એ વિચારીને પરિવાર ત્રણ ત્રણ વર્ષ સુધી ચુપકીદી રાખીને બેઠું અને આ બન્નેના આ કૃત્યને સહેન કર્યું. પરંતુ કહેવાય છે ને કે પાપનો ઘડો જલ્દી જ ફૂટે જ છે. તેમ આ બાબત પ્રકાશમાં આવી અને હવે જોવાનું એ રહ્યું કે આ સંપૂર્ણ બાબત પોલીસ ચોપડે નોંધાય છે કે કોઈ વચલો રસ્તો કાઢવામાં આવે છે.
મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Comments
Post a Comment