![]() |
રાત્રે 10 પછી બંધ |
ભુજ, ગુરૂવારઃ
નખત્રાણા તથા લખપત તાલુકાની તમામ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, લોકોની સુખાકારી જળવાય, બાળકોના શિક્ષણ, અભ્યાસને અસર ન પડે, નાના બાળકો (શિશુ) તેમજ વૃધ્ધ અને બિમાર નાગરિકોના સ્વાસ્થ્યને અસર ન થાય, જાહેર સુખચેનથી નીંદર માણી શકે, લોકોના આરોગ્યને આડઅસર ન પહોંચે તેવા શુભઆશયથી સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ રાત્રે ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવામાં ન આવે તે ઈચ્છનીય છે. તેમ છતાં જો રાત્રિના ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની નખત્રાણા તથા લખપત તાલુકાની જાહેર જનતાએ નોંધ લેવી તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, નખત્રાણા-કચ્છની યાદીમાં જણાવાયું છે.
- મા આશાપુરા ન્યુઝ
9428748643 વોટ્સએપ,
9725206123 - 37.
7226006124 - 33
YouTube : maa news live
Android App : maa news
Blog : maanewslive.blogspot.com
Comments
Post a Comment