🖋 આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ૩૧ જાન્યુઆરી નાં ૭૭ મિનિટ સુધી લોકોએ નિહાળ્યું .
જાન્યુઆરીની 31 તારીખે 2018 વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ શરૂ થઈ ગયું છે. આ વર્ષે પાંચ ગ્રહણ થશે, જેમાંથી 3 સુર્ય ગ્રગણ અને 2 ચંદ્રગ્રહણ છે. પહેલું ચંદ્રગ્રહણ 31મી તારીખે થશે,
જે કુલ 77 મિનિટ ચાલશે. આ ચંદ્રગ્રહણ સાંજે 5.58 મિનિટે શરૂ થશે, જે રાતના 8.41 સુધી ચાલશે.
ચંદ્રગ્રહણ લાઈવ જોવા લિંક ઉપર ક્લિક કરો
![]() |
(ભુજ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં સાંખ્ય યોગી બહેનો અને અનુયાયી બહેનો ચંદ્રગ્રહણ દરમિયાન સત્સંગ માં મગ્ન જોવા મળે છે. ) |
ચંદ્રગ્રહણ વિશે જાણીએ તો
જ્યારે પૃથ્વી, સુર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, ત્યારે ચંદ્ર પર પડતા સુર્યાના કિરણોને રોકે છે અને તેમાં પોતાની છાયા બનાવે છે. આ ઘટનાને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે. તેને બ્લડ મુન પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ચંદ્ર લાલા રંગનો દેખાય છે.
ગ્રહણ શું છે
પૌરાણિક કથા પ્રમાણે એક વાર સમુદ્ર મંથન દરમિયાન અસુરો અને દાનવોની વચ્ચે અમૃત માટે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. આ મંથનમાં અમૃત દેવતાઓને મળે છે પરંતુ અસરોએ તેમની પાસેથી છીનવી લીધું. અમૃતને પાછુ મેળવવા ભગવાન વિષ્ણુએ મોહિની નામની સુંદર કન્યાનું રૂપ લીધું અને અસુરો પાસેથી અમૃત લઈ આવ્યા. જ્યારે તેઓ અમૃત લઈને દેવતાઓ પાસે આવ્યા અને તેમને પીવડાવવા લાગ્યા તો રાહુ નામનો અસુર પમ તેમની વચ્ચે આવીને અમૃત પીવા લાગ્યો, જેવો જ તે અમૃત પીને ખસ્યો, ભગવાન સુર્ય અને ચંદ્રમાને ખબર પડી ગી કે તે અસુર છે. તરત જ વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી તેની ગરદન ઉડાવી દીધી. તેમે અમૃત પીધું હોવાને લીધે મર્યો નહીં પરંતુ તેનું માથું ને ધડ રાહુ અને કેતુ નામના ગ્રહ પર જઈ પડ્યું હતું. માનવામાં આવે છે કે આ ઘટનાને લીધે સુર્ય અને ચંદ્રને ગ્રહણ લાગે છે.
અગાઉ કહ્યું તેમ શાસ્ત્રો માં શુ કરવું અને શું કરવું એ વિશે અનેક સૂચનો અને નિયમો વાંચવા અને સાંભળવા મળે છે.
ગ્રહણ દરમિયાન ખુલ્લા આકાશમાં ન નીકળવું જોઈએ, ખાસ કરીને ગર્ભિત મહિલાઓ, વૃદ્ધ, રોગી અને બાળકોએ.
એવું કહેવામાં આવે છે કે ગ્રહણ શરૂ થયાના અને પતવાના સમય વચ્ચે કંઈ ખાવું જોઈએ નહીં.
કોઈપણ પ્રકારનું શુભ કામ કરવું ન જોઈએ. આથી જ ગ્રહણ દરમિયાન મંદિરને પણ બંધ કરી દેવામાં આવે છે.
ગ્રહણ દરમિયાન શું કરવું
દાન કરવું જોઈએ, દાનમાં લોટ, ચોખા, ખાંડ, દાળ આપવી
ગ્રહણની ખરાબ અસરથી બચવા માટે દુર્ગા ચાલીસા અથવા શ્રીમદ ભાગવત ગીતા અથવા કોઈ પણ ધાર્મિક ગ્રંથનું વાંચન કરવું જોઈએ.
જેમને સાડા સાતની પનોતી ચાલી રહી હોય તેવા લોકોએ શનિ મંત્રનો અથવા હનુમાન ચાલીસાનો જાપ કરવો જોઈએ.
નાસા એ ચંદ્રગ્રહણ નું જીવંત પ્રસારણ કર્યું હતું જેને વિશ્વના અનેક દેશનાં અનેક લોકોએ નિહાળ્યું હતું , તો સાયન્સ ને લઈને કાર્ય કરતી સંસ્થાઓ પણ મોટા દૂરબીન અને સાધનો વડે લોકોને ચંદ્રગ્રહણ નો લાઈવ નઝારો દેખાડ્યો હતો .
ભુજમાં પણ આઈ.પી.એસ.એટલેકે ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી દ્વારા દર વખતની જેમ આ વખતે પણ ગ્રહણ ને લોકો નિહાળી તેમજ સમજી શકે એ માટેનું આયોજન ભુજ ખેંગારજી બાગ ખાતે આઇપીએસ સેન્ટર ખાતે કરાયું હતું.ક્લિક કરો લિંક
Comments
Post a Comment