ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા અને ભુજ ખાતે જિલ્લા ભાજપની સંકલન બેઠક યોજવામાં આવી હતી. આવનારા સમયમાં કચ્છની નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત માં હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવાની છે ત્યારે નવા પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવશે. જે અંતર્ગત આજે પ્રદેશ મહામંત્રી ની અધ્યક્ષતામાં આ સંકલન બેઠક યોજવામાં આવી હતી. કચ્છના પંચાયતી રાજમાં જેમની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થયેલ છે ત્યારે તેમના સ્થાને નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો ની નિમણૂક કરવા માટે નવા હોદ્દેદારોની ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી. જે બાદ તેમની સમીક્ષા કરી ને આ તેની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુઆત કરવામાં આવશે અને નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવશે.
પ્રદેશ મહામંત્રી એ જણાવ્યું હતું કે, પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા અંગે કેન્દ્ર સરકાર જાગૃત છે અને યોગ્ય પગલાં ભરવામાં આવશે અને ભુજની અદાણી સંચાલિત હોસ્પિટલમાં નવજાત બાળકોના મોત મામલે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment