Skip to main content

દાઉદનો સાથીદાર ફારૂક ટકલો ઝડપાયો..

આજે એટેલ કે તા. ૦૮-૦૩-૨૦૧૮ ના સવારે દુબઇથી મુંબઇ લાવવામાં આવ્યો..

૧૯૯૩ના બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ હતો..

(ફારુક ટકલો)

૧૯૯૩ મુંબઇ બ્લાસ્ટના આરોપી અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહીમના વિશ્વાસુ ફારૂક ટકલાની દુબઇથી ધરપકડ કરી મુંબઇ લાવવામાં આવ્યો છે. ૧૯૯૩ બ્લાસ્ટ બાદ ૧૯૯પમાં ફારૂક વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. ૧૯૯૩ બાદ ફારૂક ટકલો ભારતથી ભાગી ગયો હતો. આજે સવારે જ એર ઇન્ડીયાની ફલાઇટથી તેને મુંબઇ લવાયો છે. ફારૂકને સીબીઆઇની ઓફીસે લઇ જવાયો છે જે પછી તેને ટાડા કોર્ટ સમક્ષ રજૂ કરાશે. ૧રમી માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઇમાં એક પછી એક ૧ર બોંબ ધડાકા થયા હતાં જેમાં રપ૭ લોકોના મોત થયા હતાં અને ૭૦૦ને ઇજા થઇ હતી. મુંબઇ બ્લાસ્ટ પાછળ દાઉદ ઇબ્રાહીમનો હાથ હતો.


- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments