કચ્છનાં ક્રીક એરિયામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા કરવામાં આવી રહેલા મેગા સર્ચ ઓપરેશનને ત્રીજી સફળતા મળી છે. મધરાતે બીએસએફએ ક્રિકમાં ભારતીય વિસ્તારમાંથી વધુ એક નાપાક બોટને ઝડપી પાડી હતી.
(તસ્વીર માત્ર પ્રતીકાત્મક)
ક્ચ્છ ના સરક્રીક તથા તેની આસપાસનાં ભારતીય જળ વિસ્તારમાં સીમા સુરક્ષા દળ દ્વારા બુધવાર સાંજથી જ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ સાંજે છ વાગ્યાના અરસામાં એક બોટ તથા પાકિસ્તાની ઘૂસણખોર મળી આવ્યો હતો. ત્યારબાદ બીજી એક બોટને ઝડપી લેવામાં આવી હતી. બે બોટને ઝડપી લીધા પછી પણ બીએસએફ દ્વારા રાતે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. જેમાં રાતે બે વાગે ક્રિકમાં પોતાની નાવ લેવા માટે જેવા પાકિસ્તાનીઓ ભારતીય વિસ્તારમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ ક્રિકમાં છુપાઈને બેઠેલા ભારતીય જવાનોને તેમને ઝડપી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નાપાક તત્વો તેમના પાકિસ્તાનની બોર્ડરથી સાવ નજીક હોવાને કારણે તેઓ બોટ મૂકીને સરકી જવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ બીએસએફ દ્વારા તેમની બોટને ઝડપી લેવામાં આવી હતી. અત્યાર સુધી સર્ચ ઓપરેશનમાં ત્રણ બોટ અને એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. અહેવાલ - કૌશિક છાયા
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page /
group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment