Skip to main content

ભુજ સ્વામિનારાયણ મંદિર પાછળ આગ : ભૂંગો અને 4 ગલૂડિયા ખાખ

ભુજ સ્વામિનારાયણ મંદિર પાછળ ભૂંગો ખાખ : ૪ ગલૂડિયા રાખ

ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ એક ભૂંગામાં આજે અચાનક આગ લાગતાં એક કરુણ દ્રશ્ય સર્જાયું હતું.
ભૂંગામાં રહેતાં ડોશીમા બહાર ગયા હતા , પણ ભૂંગામાં વિયાયેલી એક કુતરીના ૫ માંથી ૪ ગલૂડિયા આગમાં બળીને ભડથું થઈ ગયા હતા .



કુતરી એક બચેલા ગલુડિયાને જે રીતે જોઈ રહી હતી એ દ્રશ્ય કોઈપણ પથ્થર દિલ વ્યક્તિને પણ પીગળાવી દે તેવું હતું, લોકોએ આગને કાબુ કરી હતી , પણ એ પહેલાં ડોશીમાંનો ભૂંગો અને કુતરીના ૪ ગલુડીયા આગમાં રાખ થઈ ગયા હતા.
આ ભૂંગામાં આગ આકસ્મિક લાગી હતી કે કોઈએ લગાડી હતી એ તપાસનો વિષય છે , પણ એક વાત સ્પષ્ટ છે લોકોની માનવતા હવે ધીમે ધીમે મરતી હોય એવું દેખાઈ રહ્યું છે.

(આ પણ વાંચો )

આજરોજ પૂજ્ય છત્રપતિ શિવાજીની જન્મજયંતિ નિમિતે જિલ્લા મથક ભુજ ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.


સમસ્ત હિન્દુ યુવા સંગઠન તથા મહારાષ્ટ્ર મંડળ દ્વારા આયોજિત બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.આ બાઈક રેલી ભુજ ખાતેના કંસારા બજારથી શરૂ થઈ હતી.અને તે ભીડ વિસ્તાર , સ્ટેશન રોડ  થઈ હોસ્પિટલ રોડ , જ્યુબિલી સર્કલ  થી બસ સ્ટેશન, આશાપુરા રિંગ રોડ થઈને કંસારા બજાર ખાતે પહોંચી હતી.જ્યાં આ બાઈક રેલીને વિરામ અપાયો હતો.આ બાઈક રેલીમાં ભુજના તમામ મુખ્ય માર્ગોને આવરી લેવામાં આવ્યા હતા.પૂજ્ય છત્રપતિ શિવાજી ના જન્મજયંતિ નિમિતે યોજાયેલી આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં નવયુવાનો જોડાયા હતા. અને જય ભવાની જય શિવાજીના નારા લગાવ્યા હતા.આ બાઈક રેલીમાં માંડવી ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી રઘુવીર સિંહ જાડેજા  ,
ભુજ શિવસેના આગેવાન કે.ડી.જાડેજા અને અન્ય આગેવાનો , હિન્દૂ સમાજના અગ્રણીઓ અને નવયુવાનો આ રેલીમાં જોડાયા હતા.

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
https://youtu.be/muvIBhb4H8g*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*

Comments