Skip to main content

ઉતર પ્રદેશમાં આઠ વર્ષીય બાળાની બળાત્કાર બાદ હત્યા..

કાશ્મીરના કઠુઆ બળાત્કાર કેસમાં આઠ વર્ષીય બાળકીના બળાત્કાર-હત્યાથી સમગ્ર દેશનો રોષ હજુ ઠંડો નથી થયો ત્યાં આવી વધુ એક ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના ઇટાહમાં લગ્ન સમારંભમાં આવેલી એક સાત વર્ષીય બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરી દેતા હોબાળો મચી ગયો છે. આ ઘટના પછી વિપક્ષોએ ફરી એકવાર કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારનો આક્રમક વિરોધ શરૃ કર્યો છે. યોગી આદિત્યનાથ સરકાર ઉનાવના ધારાસભ્ય કુલદીપસિંઘ સેંગરના કથિત બળાત્કાર કેસના કારણે લોકોનો રોષ સહન કરી રહી છે ત્યારે પશ્ચિમ ઉત્તરપ્રદેશના ઇટાહની આ ઘટનાથી તેઓ ફરી એકવાર મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. આ પીડિત બાળકીના માતાપિતાએ વિપક્ષો સાથે ઇટાહ-ફરુખાબાદ હાઇ વે પર ચક્કાજામ કરીને યોગી સરકાર સામે સખત આક્રોશ વ્યક્ત કર્યો હતો.

બાળકીના માતાપિતાએ યોગી સરકાર પાસે રૃ. દસ લાખનું વળતર માંગ્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર, પીડિતાનો પરિવાર અલીગંજ રોડ પર મંડી સમિતિ દરવાજા નજીક બપોરે ૧:૩૦ વાગ્યે લગ્ન સમારંભમાં આવ્યો હતો. આ દરમિયાન સોનુ જાધવ નામના ૧૯ વર્ષીય યુવકે બાળકીને લલચાવી-ફોસલાવીને બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી. અમે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી હતી અને પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધી હતી. સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અખિલેશ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, લગ્નમાં સોનુ જાધવને તંબૂ ઊભા કરવાનું કામ સોંપાયું હતું. સોનુ દારૃના નશામાં ચૂર થઇને આ જવાબદારી સંભાળી રહ્યો હતો, પરંતુ બળાત્કાર અને હત્યા કરીને તે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ત્યાર પછી લગ્ન સમારંભના સ્થળેની નજીક એક સ્થળે બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાંથી બાળકીનો ચીંથરેહાલ મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના ગળાની આસપાસ દોરડું લપેટાયેલું હતું, જેના પરથી સાબિત થઇ ગયું હતું કે, બળાત્કારીએ જ તેની હત્યા કરી છે. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીએ કહ્યું છે કે, 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાન માટે બાળકીઓ જીવતી રહેવી જોઇએ.  શબાના આઝમીએ વીસમા બેટી એફએલઓ ગ્રેટ એવોર્ડ ૨૦૧૮ પ્રસંગે કહ્યું હતું કે, એક તરફ આપણા દેશની મહિલાઓ ઊંચાઇઓ સર કરી રહી છે, જ્યારે બીજી બાજુ રોજેરોજ એવા સમાચારો વાંચવા મળે છે જે આપણને સુન્ન કરી દે છે.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv