Skip to main content

પિસ્તોલ , બે કાર્તિસ સાથે એક ભંગારીયા ને ઝડપી પાડતી એસઓજી

પશ્ચિમ કચ્છ એસઓજીએ પિસ્તોલ , બે કાર્તિસ સાથે એક ભંગારીયા ને ઝડપી પાડ્યો.



પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપએ ભુજની ભાગોળે આવેલ ગ્રાન્ડ થ્રીડી હોટેલ પાસે પ્લાસ્ટિકની કોથળીમાં પિસ્તોલ વીંટાળીને ઉભેલાં શંકાસ્પદ ભુજના એક યુવકની પૂછપરછ કરતાં એની પાસેથી એક પિસ્તોલ , બે જીવતા કાર્તિસ  ઝડપી પાડયા છે.
ઝડપાયેલો વ્યક્તિ ભંગારનો ધંધો કરે છે ,  32 વર્ષિય આ આરોપીનું નામ નાગાજણ પનુભાઈ સોલંકી (દેવીપૂજક) છે , તે ભુજના દિનદયાલનગર, ગણેશ કાંટાની સામે રહે છે. તેની પાસેથી પોલીસે 6 એમએમ મેગેઝીનવાળી હાથ બનાવટની પિસ્તોલ અને બે નંગ જીવંત કાર્ટ્રીઝ જપ્ત કર્યાં છે.
આરોપી કોઈકને પિસ્તોલની ડિલિવરી આપવા ઉભો હોવાની બાતમીના આધારે પોલીસે તેને દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું છે કે તે ભંગાર વેચવાનું  કામ કરે છે. આ પિસ્તોલ તેને ભંગારમાંથી મળી હતી. જો કે, તેનો આ ખુલાસો માની શકાય તેમ નથી .
 આરોપી અગાઉ એકવાર  પીધેલી હાલતમાં ઝડપાયો હતો. પોલીસે પિસ્તોલની કિંમત અઢી હજાર અને કાર્ટ્રીઝની કિંમત એકસો રૂપિયા આંકી આરોપી અને મુદ્દામાલ ભુજ બી ડિવિઝન પોલીસને સુપ્રત કરી દીધા છે. બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને રીમાન્ડ પર લઈ સઘન પૂછપરછ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે દેશી બનાવટના હથિયારો કચ્છમાં ઘણી જગ્યાએ વેંચાઈ રહ્યા હોવાની વિગતો મળી રહી છે , ત્યારે લોકો પોલીસને આવી બાતમી આપી રાષ્ટ્રીય ધર્મ નિભાવવો જોઈએ , અને પોલીસ ઊંડાણ પૂર્વક આવા હથિયાર વેંચતા લોકોની ઉલટ તપાસ કરે તો પગેરું દાબી શકાય તેમ છે.

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,

*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv