કાગ કથા ભુજના ટાઉન હોલ મધ્યે તા.15 અને 16 ફેબ્રુઆરી ના રોજ યોજાશે.
ગુજરાત રાજ્ય સંગીત નાટય અકાદમી દ્વારા કચ્છની સાંસ્કૃતિક નગરી ભુજ ખાતે કવિ કાગના સાહિત્ય પર આધારિત "કાગ- કથા"નું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના ગૌરવ સમાન યુગ પ્રવર્તક કવિ અને ચિંતક પદ્મશી દુલાભાયા 'કાગ' પૂ.ભગતબાપુની કવિતા અને ચિંતન વર્તમાન યુગમાં સમાજ જીવન માટે અમૃત સમાન છે.
આ કાગ કથા ના વક્તા શ્રી જયેશદાન ગઢવી છે.કાગ કથા ભુજના ટાઉન હોલ મધ્યે તા.15 અને 16 ફેબ્રુઆરી ના રોજ યોજાશે.આ કાગ કથા માં કચ્છી સાહિત્યકારો અને સંગીતકારોનું સન્માન કરવામાં આવશે.સાથે સાથે સાહિત્યકારો ના મુખેથી કવિ કાગની લોક સંસ્કૃતિની વાતો કરવામાં આવશે.આ કાર્યક્રમમાં સંસ્કૃતિની સૌરભ અને માનવ મૂલ્યો સાથે મનોરંજન નો અદભૂત સંગમ કરાવતા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના મુખેથી લોકડાયરો સાંભળવાનો લ્હાવો સાહિત્ય રસિકોને મળશે.
આ કાગ કથામાં સંતોના આર્શી વચન મેળવવામાં આવશે.કાગ - કથાનું ઉદ્દઘાટન રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વાસણભાઇ આહીર ના હસ્તે કરવામાં આવશે.સમગ્ર સમારંભ નું સંચાલન શ્રી પુષ્પદાન ભાઈ ગઢવી (પૂર્વ સાંસદ - કચ્છ) કરશે.
( Video :કચ્છની ખેતી અને કચ્છનાં ખેડૂતને ધરાર અન્યાય : જુઓ મા ન્યુઝ નો ખાસ અહેવાલ )
આ કાગ - કથા માં ક્ચ્છ ના સંસદ સભ્ય શ્રી વિનોદ ભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય શ્રીમતી નીમાબેન આચાર્ય ,માંડવીના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા,ગાંધીધામ ના ધારાસભ્ય શ્રીમતી માલતી બેન મહેશ્વરી ,જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી કૌશલ્યા બેન માધાપરિયા,ક્ચ્છ યુનિવર્સિટી ના કુલપતિશ્રી ડો.સી.બી.જાડેજા અતિથિ નું સ્થાન ગ્રહણ કરશે."કાગ - કથા" સંકલન સમિતિ - ભુજ દ્વારા આ સમગ્ર માહીતી ની જાણકારી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવી હતી.
![]() |
(ભુજમાં વિરામ હોટેલ ખાતે આયોજિત કાગ કથા અંગેની પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી ત્યારની તસ્વીર) |
![]() |
(કવિ દુલા કાગ) |
![]() |
(Advertisement) |
( Video :કચ્છની ખેતી અને કચ્છનાં ખેડૂતને ધરાર અન્યાય : જુઓ મા ન્યુઝ નો ખાસ અહેવાલ )
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*
Comments
Post a Comment