Skip to main content

નખત્રાણા-સોમનાથ એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે જુનાગઢ પાસે અકસ્માત : ભુજના કંડકટરનું મોત..

નખત્રાણા-સોમનાથ રૂટના એસ.ટી. સ્લીપર કોચને જુનાગઢ નજીક અકસ્માત નડતા કંડકટરનું મોત નિપજયું હતું, તો ડ્રાઈવર અને એક પ્રવાસીને હળવી ઈજાઓ થઈ હતી.

આ બનાવની મળતી વિગતો મુજબ ગઈકાલે નખત્રાણાથી નીકળેલી જી.જે. ૧૮ ઝેડ. ર૭૯૮ નંબરની સોમનાથ રૂટની એસ.ટી. ની બસ જુનાગઢ આગળ સુખપર પાટીયા પાસે વડાલ નજીક ટ્રક નંબર જી.જે. ૧૧ ઝેડ ૯રર૯ ના પાછળના ભાગમાં ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બસના પ્રવાસીઓ એક સમયે ગભરાહટમાં મુકાયા હતાં. અકસ્માતમાં બસના કડંકટર મુકેશભાઈ હર્ષ (રહે. રેવન્યુ કોલોની, ભુજ) ને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. જયારે બસના ડ્રાઈવર રામજીભાઈ તેમજ અન્ય એક પ્રવાસી મુંજાલ પરમારને સામાન્ય ઈજાઓ થઈ હતી. બનાવની જાણ થતાં જુનાગઢ વિભાગીય નિયામક આર.એચ. વાળા સહિતનાઓ બનાવ સ્થળે દોડી ગયા હતા.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments