કર્ણાટકમાં ભાજપ દ્વારા સરકાર રચવાના દાવાની વિરુદ્ધમાં ભુજમાં પણ કોંગ્રેસે રેલી યોજી આ બનાવ અંગે વિરોધ નોંધાવ્યો..
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સરકાર રચવા પૂરતી બહુમતી સાથે કોંગ્રેસ અને જેડીએસ એ દાવો કર્યો હોવા છતાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપતાં કોંગ્રેસે તેને લોકશાહીની હત્યા ગણાવી હતી.જેનો કોંગ્રેસે દેશભરમાં વિરોધ કર્યો છે ત્યારે ક્ચ્છ જિલ્લા કોંગ્રેસે પણ આ વાત નો વિરોધ નોંધાવ્યો હતો. અને ભુજમાં પણ કોંગ્રેસે રેલી યોજી આ બનાવ અંગે વિરોધ નોંધાવ્યો હતો. કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલયની સામે કોંગ્રેસના કાર્યકરોએ કર્ણાટકમાં ભાજપ દ્વારા સરકાર રચવાના દાવાની વિરુદ્ધ સુત્રોચાર સાથે ઝંડા ફરકાવી વિરોધ દર્શાવ્યો હતો.પણ આ વિરોધ દમ વગર નો અને હાસ્યાસ્પદ હતો કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા નેતાઓ અને મુઠ્ઠીભર કાર્યકરો જ આ વિરોધમાં દેખાયા હતા.વિરોધમાં કચ્છ કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી,કચ્છના ૨ કોંગ્રેસી ધારાસભ્યો અને હોદેદારો સહિતના અનેક આગેવાનો ગેરહાજર રહ્યા હતા.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment