Skip to main content

ગાંધીધામના બાગેશ્રી ડેવલોપર્સના ડાયરેક્ટર બિજલ જયેશ મહેતા અને તેના સાગરિતોએ સરકારી તંત્ર સાથે કરી છેતરપીંડી..

ગાંધીધામના બાગેશ્રી ડેવલોપર્સના ડાયરેક્ટર બિજલ જયેશ મહેતા અને તેના સાગરિતોએ સાથે મળીને 20 પ્લોટના બાંધકામ અંગેની સરકારી તંત્રની રજાચિઠ્ઠી બારોબાર બનાવી દેતાં તેની વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીધામ ડેવલોપમેન્ટ ઑથરોટીના ભગવાનભાઈ ઓધવદાસ કલ્યાણીએ બિજલ અને તેના સાગરિતો સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે.

આ એ જ બિજલ મહેતા છે જેણે સની લિયોની અને અરબાઝ ખાનને લઈ થોડાંક સમય પૂર્વે એક હિન્દી ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આરોપીઓએ વરસામેડી સીમ સર્વે નંબર 474ના પ્લોટ નંબર 135થી 154 સુધીના 20 પ્લોટ માટે જીડીએની નકલી બાંધકામ રજા ચિઠ્ઠી બનાવી બારોબાર બંગ્લૉ બનાવી દઈ ભોળા ગ્રાહકોને વેચી માર્યા છે. બિજલ મહેતા અને તેના સાગરિતોએ 4137/R નંબરથી જીડીએની બોગસ બાંધકામ ચિઠ્ઠી બનાવી તેમાં ખોટા સહી-સિક્કા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. આ મામલે એક જાગૃત મહિલાએ કલેક્ટરની સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરી હતી. તે પછી કલેક્ટરના આદેશનાં પગલે આ પ્રકરણમાં તપાસ કરાઇ જીડીએએ ફરિયાદ નોંધી છે.


- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments