Skip to main content

કચ્છ જિલ્‍લામાં સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત ૨૮૩ કામો આરંભી દેવાયા..

૫૧ જેટલા કામો પૂર્ણ કરાયા, ભુજ નગરપાલિકા વિસ્‍તારમાં ૧૫ કામોનો શુભારંભ


કચ્‍છ જિલ્‍લો જળની અદમ્‍ય પ્‍યાસ ધરાવતો એશિયાનો દ્રિતિય નંબરનો જિલ્‍લો છે. ત્‍યારે રાજય સરકાર દ્વારા ગત ૧લી મે ગુજરાત સ્‍થાપના દિનથી રાજયભરમાં શુભારંભ થયેલ સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત કચ્‍છ જિલ્‍લામાં ૬૪૦ જેટલા જળસંચયના કામોનો રીવાઈઝડ માસ્‍ટર પ્‍લાન મુજબ કચ્‍છ જિલ્‍લાના તમામે તમામ ૧૦ તાલુકામાં ૨૮૩ જેટલા કામોનો શુભારંભ થઇ ગયાનું જિલ્‍લાના નોડલ અધિકારી વ સિંચાઇ કાર્યપાલક શ્રી સોનકેસરીયાએ યાદીમાં જણાવ્‍યું છે.

તેમના જણાવ્‍યા મુજબ અબડાસા તાલુકામાં ૧૪, અંજાર તાલુકામાં ૮, ભચાઉ તાલુકામાં ૧, ભુજ તાલુકામાં ૭, ગાંધીધામ તાલુકામાં ૨, લખપત તાલુકામાં ૩, માંડવી તાલુકામાં ૧, મુન્‍દ્રા તાલુકામાં ૭, નખત્રાણા તાલુકામાં ૨, રાપર તાલુકામાં ૬ મળી કુલ ૫૧ જેટલા કામો પૂર્ણ થઇ ગયા છે તે ઉલ્‍લેખનીય છે. બાકીના ૨૩૨ કામો પ્રગતિ હેઠળ હોવાનું શ્રી સોનકેસરીયાએ ઉમેર્યુ હતું. તો ભુજ સમેતના ૬ નગરપાલીકા વિસ્‍તારમાં ૧૫ જેટલા કામો શરૂ કરી દેવાતાં શહેરીજનોમાં ખુશીની લાગણી પ્રસરી છે.

અત્રે યાદ અપાવીએ કે ગત સોમવારે તા.૧૪/૫/૨૦૧૮ના રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્‍યક્ષપદે મળેલ સમીક્ષા બેઠકમાં તેમના દ્વારા ૨૫ ટકા પ્રમાણમાં શરૂ થયેલ જળસંચય કામોમાં ગતિ આણવા ભારપૂર્વક અનુરોધ કરતાં જિલ્‍લા કલેકટરશ્રી રેમ્‍યા મોહન દ્વારા સતત સંલગ્‍ન અધિ-કર્મી, ઉધોગગૃહો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ સાથે સુસંકલન સાધી ૨૮૩ કામો એટલે કે ૪૪ ટકા આસપાસ લક્ષ્‍યાંક સિધ્‍ધિ મેળવાઇ છે તેવું શ્રી સોનકેસરીયાએ વિશેષમાં જણાવ્‍યું હતું.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments