હની ટ્રેપમાં "હસીન" હફીઝાએ "વિનોદી" વિનોદને ફસાવ્યો ,૨૫ હજારનો લાગ્યો ચૂનો.
(પકડાયેલ આરોપીઓ)
આપણે અહીં એક કહેવત છે , લાલો લાભ વગર ના લેટે , બીજી એક કહેવત છે લોભીયાનો માલ ઘુતારા ખાય , ત્રીજી કહેવત છે , જૈસી કરની વૈસી ભરની ... આ ત્રણેય કહેવત ચિટર હફીઝા અને રંગમિજાજી વિનોદ ને લાગુ પડે છે.
પરિણીત વિનોદને મનમાં રંગોળી જાગી અને લોભી અને લાલચુ હફીઝાની જાળમાં હાથે કરી ને ફસાયો.
વાત જાણે એમ છે,
ભુજના દેશલપર (વાંઢાય) ગામે રહેતાં પરિણીત વિનોદ નારણભાઈ પઢારીયા (ઉ.વ.26, ધંધો-એગ્રીકલ્ચરમાં નોકરી, રહે. દેશલપર. મૂળ વતની-મેમણા, શંખેશ્વર, પાટણ) ફેસબૂક મારફત ભુજની હફિજા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી રહેતી હતી. વિનોદ ગઈકાલે કામસર ભુજ આવ્યો હતો ત્યારે યુવતીએ તેને જયનગર નજીક પ્રશાંત પાર્ક એપાર્ટમેન્ટ પાસે મળવા બોલાવ્યો હતો.
વાત આટલેથી નથી અટકતી , રંગમિજાજી અને વિનોદી એવો વિનોદ એને મળવા જાય છે ,
વિનોદ બાઈક પર હતો અને યુવતી એક્ટિવા લઈ તેને મળવા આવી હતી. યુવતીએ વિનોદને તેની પાછળ આવવા કહ્યું હતું. યુવતી તેને નજીકની ફોરેસ્ટ કોલોની પાસે આવેલી એક બહુમાળી ઈમારતમાં લઈ ગઈ ,
અને હવે શરૂ થાય છે ક્લાઈમેક્સ ...
અહીં જુબેર, મજીદ થેબા અને જહાંગીર પઠાણ નામના અન્ય ત્રણ જણાં હાજર હતા. બાદમાં યુવતી સહિત ચારેય જણાંએ વિનોદને બળાત્કાર કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધાક-ધમકી કરી તેની પાસે રહેલી 25 હજારની રોકડ રકમ ઝુંટવી લીધી હતી. વિનોદ પાસે રહેલું ચૂંટણી કાર્ડ, તેનું અને તેની પત્નીનું પાનકાર્ડ પણ ઝુંટવી લઈ ચારેય જણાં નાસી છૂટ્યાં.
ભાઈ વિનોદ આપ હફીઝાને મળવા ક્યાં ક્યાં ગયા , પહેલાં ક્યાં ક્યાં ગયા ? અને ચિટર હફીઝા સાથે બીજા ચીટરો નાં નામની કેમ ખબર પડી ?
તો જુઓ એનો પણ જવાબ , બિચારા ચીટરો નવી નવી ઠગાઈ ચાલુ કરી હશે એટલે બહુ હોશિયાર ના નીકળ્યા , લ્યો એ તો એકબીજાનાં નામ લઈને વાત કરતાં હતાં,
આરોપીઓ એકમેકના નામજોગ અંદરોઅંદર વાતચીત કરતાં હોઈ વિનોદને તેમના નામની ખબર પડી હતી. આવો લુલો જવાબ પોલીસને ગળે ઉતરશે કે કેમ ?
પણ એક વાત સ્પષ્ટ છે જો વિનોદે હફીઝા સાથે ગેરકાનૂની કૃત્ય કર્યું હોય તો એની માટે પોલીસ અને કાયદો છે , એટલે હફીઝાએ ચીટરો સાથે મળીને ૨૫ હજાર પડાવી લીધા એ પણ ગુન્હો છે , સામે વિનોદ હાથે કરીને આ જાળમાં ફસાયો છે તો એની પણ એટલી જ જવાબદારી છે.
![]() |
(હફીઝાનો સાગરીત આરોપી) |
યુવતી ફરિયાદીને જે ઈમારતમાં લઈ ગઈ ત્યાં તેના અમુક સાગરિતો પહેલાંથી હાજર હતા. વિનોદ યુવતી સિવાય અન્ય કોઈને નામથી ઓળખતો નહોતો. આરોપીઓએ નાણાં માગી તેને ધમકી આપી હતી કે જો નાણાં નહીં મળે તો અમે તારી અશ્લિલ વિડિયો ક્લિપ બનાવી સોશિયલ મિડિયામાં વાયરલ કરી દઈશું. એક તબક્કે ફરિયાદીએ પોતાની પાસે નાણાં ના હોવાનું બહાનુ કર્યું હતું. તો, આરોપીઓએ તેને એટીએમમાંથી નાણાં કઢાવી આપવા જણાવ્યું હતું.
બનાવ બાદ મોડી રાત્રે વિનોદે ચારેય આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી. આ બધા ઘટનાક્રમમાં હફીઝા , એનાં સાગરીતો અને ખુદ વિનોદ પોતે બધાજ વતેઓછે જવાબદાર છે , આવી અનેક ઘટનાઓ બનતી હોય છે , પણ આ ઘટના પ્રકાશમાં લઈ આવવા બદલ વિનોદ અભિનંદનને પણ પાત્ર છે , નહીંતર હફીઝા અને એના ચીટરો કેટલાયને હની ટ્રેપમાં ફસાવી લેત.
હાલ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ,
આઈપીસી 388, 504, 506(2), 120 (બી)ની કલમો તળે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
ભુજ કચ્છ , ભારત.
24 x 7 મા ન્યુઝ Live
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*
Comments
Post a Comment