Skip to main content

હવે ટ્રેનમાં લિમિટથી વધારે સામાન હશે તો થશે દંડ

રિઝર્વેશન કોચમાં નિશ્રિત મર્યાદાથી વધારે સામાન લઈ જનારા યાત્રીઓ પર રેલવે હવે લગામ કસશે. એ માટે રેલવે દેશભરના તમામ રેલવે ઝોનમાં 8થી 22 જૂન સુધી એક અભિયાન ચલાવી રહ્યું છે. એ હેઠળ યાત્રીઓ પર નજર રાખવામાં આવશે, ખાસ કરીને જે નિર્ધારિત વજન મર્યાદાથી વધારે સામાન લઈને આવાગમન કરે છે.




જાણો કેટલો લઈ જઈ શકાય સામાન 

1. ફસ્ટ એસીમાં 70 કિલો છે જ્યારે વધુંમાં વધું છૂટ 15 કિલો છે. સેકન્ડ એસીમાં 50 કિલો સામાન લઈ જઈ શકાય છે. જ્યારે વધું છૂટ 10 કિલો છે. થર્ડ એસીમાં વધુંમાં વધું 40 કિલો સામાન લઈ જઈ શકાય છે. જ્યારે વધારાની છૂટ 10 કિલો છે. જનરલ ક્લાસમાં મફત સામાન લઈ જવાની સીમા 35 કિલો છે. અને વધારાની છૂટ 10 કિલો છે.


વધારે સામાન લઈ જાવાથી શું થશે સજા?

આ વિશે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ તમામ શ્રેણીઓમાં નિઃશુલ્ક મર્યાદાથી વધારે સામાન યાત્રી બુક કરાવીને લઈ જાય અને જો જવાના સ્થળે પહોંચ્યા પછી તપાસ દરમિયાન યાત્રી પાસે મફત સામાન લઈ જવાની છૂટથી વધારે સામાન જોવા મળશે તો વધારાના સામાન પર પાર્સલ ચાર્જ પર 6 ગણો વધારે અથવા ઓછામાં ઓછો 50 રૂપિયા દંડ વસુલવામાં આવશે.


- મા આશાપુરા ન્યુઝ,

ભુજ કચ્છ , ભારત.



94287 48643 વોટ્સએપ,

97252 06123 - 37,

72260 06124 - 33,




Youtube : maa news live,

Android app : maa news.

Blog : maanewslive. blogspot. com

Facebook : maa news live page / group

Twitter : @jaymalsinhB

Email : jaymalsinhjadeja@gmail.com

Comments