KSKV ના પ્રોફેસર ગિરિન બક્ષી પર ગઈ કાલે થયેલ હુમલા પ્રકરણમાં આજે નાગર સમાજે ક્લેક્ટરને આવેદન આપીને રોષ વ્યક્ત કર્યો..
ક્ચ્છ યુનિવર્સિટી માં ફરજ બજાવતા પ્રોફેસર બક્ષી નું શાહી જેવા પ્રવાહી વડે મોં કાળું કરી નાખવાની ઘટના ના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ઘટના ને પગલે સમગ્ર શિક્ષણ સમાજ પર સ્તબ્ધ બની ગયો છે. આ ઘટના અંગે આજે નાગર જ્ઞાતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ શાહી કાંડ માં સંડોવાયેલ એબીવીપીના કાર્યકરો સામે પગલાં લેવા માંગ કરી હતી.
મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને શિક્ષણ સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને પ્રોફેસર બક્ષીને ન્યાય અપાવવા માટે ની માંગ કરી હતી. આ જ મુદ્દે આજે ક્ચ્છ યુનિવર્સિટી અને તેની સંલગ્ન તમામ કોલેજોમાં હડતાલ પાડવામાં આવી છે. તો આ તરફ આ ઘટના માં કુલ પાંચ જેટલા એબીવીપીના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે અને આ કૃત્ય માં સંડોવાયેલ 15 - 20 એબીવીપીના કાર્યકરો ના પ્રવેશ પણ રદ કરવામાં આવશે તેવો નિર્ણય તાત્કાલિક બોલવાયેલી ઇસી બેઠક માં લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ ગઈકાલે યુનિવર્સિટીના પ્રોફેસર ગિરીન બક્ષીને ચાલુ ક્લાસમાંથી બહાર ઢસડીને લઈ જઈ કેમિકલ વડે તેમનું મોઢું કાળું કરી સરઘસ કાઢી વાઈસ ચાન્સેલરની ઑફિસમાં લઈ ગયા હતા. જ્યાં તેમણે રજિસ્ટ્રાર અને વીસીને પણ ગિરીન બક્ષી જેવા હાલ કરવાની ધમકી આપી હતી. આ ઘટનાનાં કચ્છભરમાં ઘેરાં પ્રત્યાઘાત પડ્યાં છે.

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં
20 લીટર
Comments
Post a Comment