Skip to main content

લખપતના ગુનેરીમાં બંધારા માટે 3.44 કરોડની ફાળવણી..

લખપત તાલુકાના ગુનેરી ગામે બંધારો બાંધવા ગુજરાત સરકારે 3.44 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. વીસ ચોરસ કિલોમીટર વિસ્તારના સ્ત્રાવક્ષેત્રને આવરી લેતાં આ બંધારામાં 25 મી. ઘન ફૂટ પાણીનો સંગ્રહ થઈ શકશે. તેનાથી 850 હેક્ટર જમીનને લાભ મળશે.
(તસ્વીર માત્ર પ્રતીકાત્મક)

તેની લંબાઈ 430 મીટર હશે. ગુજરાત સરકારના આ નિર્ણયથી છેવાડાના તાલુકાની જનતાને ફાયદો થશે. લખપત જેવા છેવાડાના તાલુકાની ચિંતા કરીને બંધારાના કામની મંજૂરી મળી છે. મંજૂરી બદલ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કચ્છ ભાજપ વતી આભાર વ્યક્ત કર્યો હતો.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments