Skip to main content

કચ્છમા બાંધકામની મંજૂરી રાજકોટથી મળશે..

સરકારે રાજ્યની નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સતા મંડળો માટેના નિયમોમાં મહત્વના ફેરફાર જાહેર કર્યા છે. જેમાં મકાનના બાંધકામ થી માંડીને ટાઉન પ્લાનર, કલમ ૨૫૭ હેઠળની નગરપાલિકાઓ સામેની ફરિયાદો સહિતના મુદ્દે મહત્વના ફેરફારો કર્યા છે. કલેકટર રેમ્યા મોહનના જણાવ્યાનુસાર સરકારે રાજ્યની તમામ નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સતા મંડળો માટે કમિશનર ઓફ મ્યુનિસિપાલટીનો અલાયદો વિભાગ શરૂ કર્યો છે. જે અંતર્ગત રાજ્યમાં અલગ ઝોન પાડવામાં આવ્યા છે, જેમાં કચ્છની છ નગરપાલિકાઓ ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર અને પાંચ સત્તા મંડળો ભાડા(ભુજ), આડા(અંજાર), જી.ડી.એ.(ગાંધીધામ), ભાડા(ભચાઉ) અને રાડા(રાપર) નો સમાવેશ સૌરાષ્ટ્ર ઝોનમાં કરાયો છે, એટલે આપણું કચ્છ નું હેડ ક્વાર્ટર રિજીઓનલ કચેરી રાજકોટ રહેશે એટલે કચ્છની છ નગરપાલિકાઓ અને ૫ શહેરી વિકાસ સત્તા મંડળો ની બાંધકામ મંજૂરી, DP અને રોડ રસ્તા જેવા વિકાસ પ્લાન, જિલ્લા કક્ષાની શહેરી વિકાસની કામગીરી સહિતની તમામ પ્રક્રિયાઓ રાજકોટ થી થશે. ઓન લાઇન પ્રક્રિયાના કારણે દરેકને સમયસર મંજૂરી મળશે અને કામગીરી પારદર્શક બનશે એવું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું.

આ ફેરફાર નવું મકાન બનાવનાર  નાગરિક થી માંડીને બિલ્ડરો સહિત બધાને લાગુ પડશે. જિલ્લા કક્ષાએ પણ શહેરોમાં કંઈ નવું બાંધકામ કરવું હોય તો હવે DUDA જિલ્લા શહેરી વિકાસ સમિતિ ની બદલે બાંધકામની મંજૂરી રાજકોટ થી લેવી પડશે. કચ્છ જિલ્લા માટે કમિશનર ઓફ મ્યુનિસિપલ ની રિજીઓનાલ કચેરી ૧૬ મી જૂન થી રાજકોટ ખાતે શરૂ થઈ જશે.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv