Skip to main content

ભુજ તાલુકાના માધાપર ખાતે એક ટ્રકમાં લાગી આગ, પછી શું થયું જાણો..

ભુજ નજીક માધાપર હાઇવે પર હોટલ ટ્રી-ટોપ પાસે આવેલા વેબ્રિજ પાસે ઉભેલી કોલસા ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતા ફાયરફાઈટર બોલાવવા પડ્યા હતા. બુધવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં RJ-48 GA 5606 નંબરની ટ્રક કોલસાની બોરી ભરીને જઇ રહી હતી ત્યારે માધાપર પાસે ટ્રકમાં આગ લાગી હોવાનું ધ્યાને આવતા ટ્રકના પાછલા ભાગમાં ધુમાડા જોવા મળતા આગ લાગી હોવાનું જણાયું હતું. આ ઘટના ને પગલે આગ કાબુમાં લેવા ફાયરફાઈટરની મદદ લેવાઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું સબળ કારણ જાણી શકાયું નથી પરંતુ ગરમી ના કારણે કોલસો સળગ્યો હોવાનું અનુમાન ટ્રક ચાલકે જણાવ્યું હતું. જોકે સમયસર પગલાંને કારણે આગ ફેલાઈ નહોતી અને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments