Skip to main content

ગેરકાયદે ખનિજ અને રેતી ખનન પર ‘ત્રિનેત્ર’ ડ્રોન થકી બાજ નજર રખાશે: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ગેરકાયદે ખનન અને નદીઓમાંથી બિન અધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી લાલ આંખ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ખાણ ખનિજ વિભાગની ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો છે.
મુખ્યમંત્રીએ આ આધુનિક ટેક્નોલોજી વિનિયોગને ‘ત્રિનેત્ર’-ત્રીજા નેત્રની ઓળખ આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ સરકાર કોઇ પણ પ્રકારની ભ્રષ્ટ પદ્ધતિઓ, ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સતત નજર- સતર્કતા દાખવીને ભ્રષ્ટાચાર રહિત પારદર્શી શાસનના અડગ-નિર્ધાર સાથે વિચલિત થયા વગર કાર્યરત છે.
મુખ્યમંત્રી રૂપાણીએ ખનિજ ચોરી પર અંકુશ મેળવવા અને આ પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા ખનિજ સંવેદનશીલ વિસ્તારોમાં ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીનો ઉપયોગ મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યના વિવિધ વિભાગોની કામગીરી સમીક્ષા એક માસ સુધી સતત કર્યા બાદ પોલીસ, ખાણ ખનિજ સહિતના પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેક્નોલોજીનો ઉપયોગ, સુસજ્જ મેનપાવર અને પારદર્શિતા-સંવેદનશીલતા માટે જે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યાં છે તેની ફલશ્રુતિએ આ ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીનો પ્રારંભ કર્યો છે.
મુખ્યમંત્રીએ પોલીસ દળને પોકેટકોપથી સજ્જ કરીને ગુનેગારોના ડેટા હાથવગા બનાવ્યા છે તેની વિગતો આપતા ઉમેર્યું કે હવે ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીથી આ જ પ્રકારે ખાણ ખનિજ વિભાગ પણ ગેરકાયદે ખનન-માફિયાઓને નશ્યત કરી શકશે.
મુખ્યમંત્રીએ ગુજરાત બે લાખ સ્ક્વેર કિલોમીટર વિસ્તાર ખાણ-ખનિજ સંપદા ધરાવે છે તેના પર આ ત્રિનેત્રથી સતત વોચ રાખવા માટે વિવિધ જિલ્લાઓમાં આ ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ અને રાજ્યસ્તરે કમાન્ડ કંટ્રોલ રૂમ, વિજિલન્સ સઘન બનાવવાની નેમ દર્શાવી હતી.
તેમણે રાજ્ય સરકારના અન્ય વિભાગો પાણી પૂરવઠા, માર્ગ-મકાન વગેરેને પણ આ ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીથી સાંકળી લેવાય તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું. 
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાતે કરેલી આ પહેલ દેશ માટે દિશા દર્શક બનશે.
આ પાયલોટ પ્રોજેક્ટ તહેત પ્રારંભિક તબક્કે સાબરમતી, ઓરસંગ, તાપી અને ભાદર જેવી મોટી નદીઓમાંથી થતી બિન અધિકૃત રેતી ખોદકામની પ્રવૃત્તિઓ પર ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની પણ તેમણે ભૂમિકા આપી હતી.
ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગના કમિશનર રૂપવંત સિંહે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ખનિજ સંપદા ઉપલબ્ધ છે.
રાજ્યના તમામ ખનિજ વિસ્તારોમાં ઓનલાઇન હરાજીથી જ નિકાલ કરવાનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે અને રાજ્ય સરકારે ખૂબ ઝડપથી આ અંગેની વ્યવસ્થા ઊભી કરીને સમગ્ર રાજ્યમાં ૬૮૬ જેટલા જુદા જુદા ખનિજોના બ્લોક હરાજી માટે તૈયાર કરી દીધા છે.
આગામી સમયમાં આ બધા જ વિસ્તારો હરાજીથી નિકાલ થશે, જેના કારણે રાજ્યને રોયલ્ટીની મહત્તમ આવક પ્રાપ્ત થશે, રાજ્યનો વિકાસ આંક પણ માઇનીંગ સેક્ટરના કારણે આગળ આવશે એટલું જ નહિં, રોજગારીની પણ વિપુલ તકો સર્જાશે.
કચ્છ જિલ્લામાં લાઇમ સ્ટોન ખનિજના ત્રણ મોટા વિસ્તારોનો ગત વર્ષે હરાજીથી નિકાલ કરવામાં સફળતા મેળવી છે, જેના કારણે આવનારા ભવિષ્યમાં રાજ્યને નવ હજાર કરોડ જેટલી માતબર આવક રોયલ્ટી અને પ્રિમિયમના માધ્યમથી થશે.
ખનિજ ખોદકામ અને વહનમાં ગેરરીતિઓ નામશેષ કરવા માટે ખનિજ વિસ્તારોનું માઇનિંગ સર્વેલન્સ સિસ્ટમમાં અક્ષાંશ અને રેખાંશ સાથે ડિજિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે.
તદઉપરાંત ખનિજોનું કાયદેસર વહન થાય અને તેમાં કોઇ પણ ગેરરીતિને અવકાશ ન રહે તે માટે બારકોડ અને હોલોગ્રામ સહિતના સ્પેશિયલ સિક્યોરિટી પેપર્સ સહિતના રોયલ્ટી પાસ ઇશ્યૂ કરવામાં આવે છે.

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv