અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા નજીક આવેલ ભાનાડા ગામની સીમમાં ચાર વર્ષ જુના જમીન બાબતના ઝગડામાં શીખ પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું તેમાં એક નું મોત નીપજ્યું છે જેનું નામ મનજીત સિંઘ ચરણ સિંઘ ઉ.વ ૫૦ આશરે છે અને તેના બંને પુત્રોને પણ ઈજાઓ થઈ છે સામા પક્ષે પણ લોકો ઘવાયા છે બનાવની જાણ થતા કોઠારા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી હતી. અનુમાન પ્રમાણે ઝગડામાં ફાયરીંગ થયા હોવાનું મનાઈ રહ્યું છે ઘાયલો અને મૃતકને ભુજ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે
કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)
Comments
Post a Comment