Skip to main content

રાષ્‍ટ્રના ચોકીદાર અને રાજ્‍યના હવાલદાર બંને ચોર છે : પરેશ ધાનાણી

મંત્રી અને મુખ્‍યમંત્રી નૈતિકતા સ્‍વીકારી રાજીનામું આપે : પરેશ ધાનાણી
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી આજે નવા વર્ષમાં સહુ પત્રકાર તથા મીડીયાના મિત્રોને મળ્‍યા હતા અને નવા વર્ષની સહુને હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવી હતી.

પત્રકાર તથા મીડીયાના મિત્રો સાથેની વાતચીતમાં શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રના ચોકીદાર અને રાજ્‍યના હવાલદાર બંને ચોર છે એવું અમે વારંવાર કહેતા આવ્‍યા છીએ. પહેલાં સત્તામાં બેઠેલા લોકો સામે ચોરીની ફરિયાદો અને આક્ષેપો થતા હતા. આજે સત્તામાં બેઠેલા લોકો ખુદ સરકારી તિજોરીને લુંટાવી રહયા છે અને એ સત્‍ય હવે ધીરેધીરે પ્રજા સમક્ષ આવી રહયું છે.

સીબીઆઈની તપાસ સર્વોચ્‍ચ અદાલતના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે તેમાં ગુજરાતમાંથી પ્રતિનિધિત્‍વ કરતા અને ભારત સરકારના રાજ્‍યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરી સામે પણ વ્‍યક્‍તિગત આક્ષેપો કરવામાં આવ્‍યા છે. મને ન્‍યાયપાલિકા પર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે સત્‍ય જરૂર બહાર આવશે. સીતા જેવી પવિત્ર દેવી સામે આક્ષેપો લાગ્‍યા ત્‍યારે તેની પણ અગ્નિપરીક્ષા થઈ હતી. રામરાજ્‍યની પરિકલ્‍પના કરનાર ભાજપનું નેતૃત્‍વ કે જેમાં આજે ચોકીદાર ખુદ ચોર છે, પ્રધાનમંત્રી પર ભ્રષ્‍ટાચારના આરોપો લાગી રહયા છે, આધાર-પુરાવાઓ સાથે સત્‍ય બહાર આવી રહયું છે, પ્રધાનમંત્રી કાર્યાલય સહિતના મંત્રીઓ પર ભ્રષ્‍ટાચારના સીધા આરોપો લાગી રહયા છે ત્‍યારે પ્રધાનમંત્રી અને મુખ્‍યમંત્રી બંનેએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ.

શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, હું વારંવાર કહેતો આવ્‍યો છું તે સત્‍ય હવે રાજ્‍ય અને રાષ્‍ટ્રમાં લોકો સમક્ષ ખુલ્લું પડી રહયું છે. ગત વર્ષે ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કાંડમાં બોફોર્સના કાલ્‍પનિક કાંડ કરતાં મોટું બારદાન કાંડ થયું. મગફળીકાંડમાં ચાર હજાર કરોડની મલાઈ કોણ તારવી ગયું ? તેનો જવાબ આપવામાં નિષ્‍ફળ નીવડેલ ભાજપના મુખ્‍યમંત્રીએ વાત સ્‍વીકારી છે કે ગત વર્ષે મગફળી ખરીદીમાં ગોટાળો થયો હતો ત્‍યારે રાજ્‍યમાં ભાજપનું નેતૃત્‍વ કરતાં માન. મુખ્‍યમંત્રીશ્રીએ રાજીનામું આપવું જોઈએ અને ન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વમાં મગફળીકાંડની તટસ્‍થ તપાસ આપવી જોઈએ.

શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ચાર હજાર કરોડના મગફળીકાંડમાં રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રીએ અનિયમિતતાઓ સ્‍વીકારી છે. ગુજરાત સરકાર નાફેડ ઉપર સતત છ મહિનાથી આરોપનામું લગાવતી હતી અને ભારત સરકારની નાફેડ સંસ્‍થા ગુજરાતની વ્‍યવસ્‍થા સામે સવાલ ઉઠાવતી હતી. ગઈકાલે મીટીંગ મળી, જેમાં નાફેડ ઉપર આરોપ લગાવનાર ભાજપ સરકારના મુખ્‍યમંત્રીશ્રીએ નાફેડને ખરીદી કરવા વિનંતી કરવી પડે એવા કયા સંજોગો ઉભા થયા ? એવી કઈ અનિયમિતતાઓ હતી ? કે જેથી નાફેડે ગુજરાત સરકારથી પોતાનું અંતર જાળવ્‍યું. મુખ્‍યમંત્રીશ્રીએ સ્‍વીકાર્યું છે કે ગત વર્ષે જેવા ગોટાળા થયા હતા એ આ વર્ષે ન થાય તેની તકેદારી રાખીશું. ગોટાળા કરનાર ભાજપ સરકારના મુખ્‍યમંત્રીશ્રીએ નૈતિકતા સ્‍વીકારી રાજીનામું આપવું જોઈએ અને મગફળીકાંડની ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વમાં તપાસ થવી જોઈએ. વિપક્ષના નેતા તરીકે છેલ્લે ૨૪-૧૦-૨૦૧૮ના રોજ સરકાર સામે ઉઠાવેલા પ્રશ્‍નો કે જેની સતત અમે ઉઘરાણી કરી રહયા છીએ, પણ મુખ્‍યમંત્રીશ્રીના નેતૃત્‍વ તળે સરકાર સતત સત્‍યને છૂપાવવાનો પ્રયાસ કરી રહી છે. મલાઈ તારવી જનાર લોકોને કઠેડામાં ઉભા રાખવામાં નિષ્‍ફળ નીવડી છે, સજા આપવામાં નિષ્‍ફળ નીવડી છે ત્‍યારે મુખ્‍યમંત્રીશ્રીએ સ્‍વીકારેલ ગોટાળાઓની તટસ્‍થ તપાસ કરાવવા માટે જો ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજની તપાસ નહીં આપે અથવા રાજીનામું નહીં આપે તો આવતા દિવસોમાં વિપક્ષ નેતા તરીકે ફરી પાછા ગ્રાઉન્‍ડ ઝીરોથી અમે આંદોલનને ગામની ગલીઓમાં ખેડૂતોના ઘર અને ખેતર સુધી લઈ જઈશું.

શ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્‍વમાં રાફેલ કાંડનું સત્‍ય સામે આવ્‍યું છે. ત્રીસ હજાર કરોડ રૂપિયા મુઠ્ઠીભર માણસોના ખોળે ધરી, સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી ભ્રષ્‍ટાચારમાં પોતે ભાગીદારી નોંધાવી છે ત્‍યારે તેમણે પણ રાજીનામું આપવું જોઈએ. સીબીઆઈ કાંડમાં ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ સામે આવ્‍યું છે, સમગ્ર મુદ્દો ન્‍યાયપાલિકા પાસે ન્‍યાયાધીન છે પણ નૈતિકતાના ધોરણે એમણે પણ રાજીનામું આપી સત્‍યને બહાર આવવા માટે થઈને મોકળું મેદાન આપવું જોઈએ. સત્તામાં બેઠેલા લોકો જ પ્રજાની તિજોરીને દિનદહાડે લુંટવાનું ચાલુ રાખશે તો આવતા દિવસોમાં રાજ્‍ય અને રાષ્‍ટ્ર સ્‍તરે કોંગ્રેસ પક્ષ આ મુદ્દાઓને જનતાની કોર્ટમાં લઈ જઈ ગુનેગારોને સજા અપાવશે.

શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ૨૦૦૪થી ૨૦૧૪ સુધી યુપીએના કાર્યકાળમાં તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને આજના પ્રધાનમંત્રીશ્રી દરરોજ ઉઠીને વિપક્ષના ચારિત્ર્યનું હનન કરવા માટે સતત આરોપો ઘડતા આવ્‍યા હતા. રાષ્‍ટ્રની પ્રજાએ રાષ્‍ટ્રમાં શાસન સોંપ્‍યા છતાં સાડા ચાર વર્ષ પછી પણ તેઓ એકપણ આરોપને સિદ્ધ કરી શક્‍યા નથી. ભ્રષ્‍ટાચારમાં સંડોવાયેલ કોઈપણ ઈસમને કાયદાના કઠેડામાં લાવી સજા આપવી જોઈએ. કોંગ્રેસ પક્ષે ક્‍યારેય ભ્રષ્‍ટાચારનું સમર્થન કર્યું નથી અને ભ્રષ્‍ટાચાર સામે મક્કમ રીતે લડતા સામાન્‍ય માણસને આરટીઆઈ જેવો અધિકાર આપવાનું કામ કર્યું છે. આજે સાડા ચાર વર્ષ પછી ભાજપ પક્ષ એક પણ આરોપ સાબિત કરી શકી નથી. એકપણ આરોપીને કોર્ટના કઠેડામાં ઉભા રાખીને સજા અપાવી શકી નથી ત્‍યારે હું સ્‍પષ્‍ટપણે માનું છું કે, જાહેર જીવનમાં સત્તામાં બેઠેલ સ્‍વચ્‍છ પ્રતિભાઓના ચારિત્ર્યનું હનન કરવા માટે સતત આરોપ લગાવનાર તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી આજે પ્રધાનમંત્રી છે, સાડા ચાર વર્ષના કાર્યકાળમાં એમણે દેશની પ્રજાને જે વાયદા કર્યા હતા તે વાયદા નિભાવવામાં તેઓ નિષ્‍ફળ નીવડયા છે ત્‍યારે વિપક્ષના નેતૃત્‍વનું માત્ર ચારિત્ર્ય હનન કરવાનો પ્રયાસ કરે છે તે સાબિત થાય છે. આજે ગુજરાત અને સમગ્ર દેશ પ્રધાનમંત્રીશ્રીને સવાલ પૂછે છે કે, તમારા નેતૃત્‍વ હેઠળ ૫૯ હજાર કરોડના રાફેલ કાંડમાં રાફેલને રમકડું બનાવવાનું ષડયંત્ર કોણે રચ્‍યું ? એ સત્‍ય સામે આવ્‍યું છે. ત્‍યારે એમણે પોતાની જાતને ન્‍યાયપાલિકા સામે સમર્પિત કરી રાફેલ કાંડની તટસ્‍થ તપાસ થાય એવી સમગ્ર રાજ્‍ય અને રાષ્‍ટ્ર અપેક્ષા રાખે છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન. પ્રમુખશ્રી સાથે પરામર્શમાં રહી કોંગ્રેસ પક્ષે લોક સરકાર એપ લોકો માટે ખુલ્લી મૂકી છે. લોક સરકારની એપ્‍લીકેશન ગુગલ ઉપરથી સમગ્ર વિશ્વમાં કોઈપણ વ્‍યક્‍તિ ડાઉનલોડ કરી શકે છે. ખૂબ જ ઓછા સમયમાં ચૌદ હજાર કરતાં વધુ લોકોએ લોક સરકારની મોબાઈલ એપ ડાઉનલોડ કરી છે. લોક સરકારના માધ્‍યમથી વિવિધ વિભાગો સામે તાલુકા, જિલ્લા અને રાજ્‍યકક્ષાએ ઓનલાઈન ફરિયાદોની નોંધણી થઈ રહી છે અને એ ફરિયાદો પ્રત્‍યે અમે સરકાર સાથે સતત પરામર્શ કરી રહયા છીએ. આવતા દિવસોમાં લોકોએ કરેલ ફરિયાદો, એના અનુત્તર રહેલ જવાબો સહિતની વિગતે માહિતી લઈ મીડીયા અને પ્રજા સમક્ષ આવીશું. લોક સરકારના નેજા હેઠળ પ્રથમ તબક્કે મહાનગરોના ૧૭૧ વોર્ડમાં લોક સેવા કેન્‍દ્રો નજીકના સમયમાં ખોલવા જઈ રહયા છીએ. બીજા તબક્કે ગુજરાતની નગરપાલિકાઓના ૧૨૫૧ વોર્ડમાં દર અઠવાડીયે લોક સેવા કેન્‍દ્રોની શરૂઆત કરવાના છીએ. ત્રીજા તબક્કે જિલ્લા પંચાયતના ૧,૦૯૮ વોર્ડમાં લોક સેવા કેન્‍દ્રો ખુલશે અને ચોથા તબક્કે સમગ્ર ગુજરાતની તાલુકા પંચાયતોના ૫,૨૯૩ વોર્ડમાં દર અઠવાડીયે લોક સેવા કેન્‍દ્ર મારફત કોંગ્રેસનો કાર્યકર્તા પ્રજાના પ્રશ્‍નોને સીધા સરકાર સુધી પહોંચાડશે. ગુજરાત સરકારના ૨૬ મંત્રાલય અને ૪૨ પ્રભાગમાં લોક સરકાર મારફત જે ઓનલાઈન અને ઓફલાઈન ફરિયાદ આવે છે તેનું સત્‍વરે નિરાકરણ થાય, સરકારની નિષ્‍ફળતાઓને ઉજાગર કરવા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યશ્રીઓ માધ્‍યમ બને તે માટે સરકારના ૪૨ પ્રભાગમાં ધારાસભ્‍યોને પ્રભાર સોંપવાના છીએ. લોક સરકાર એ સમગ્ર દેશમાં નવો વિચાર છે અને તેનું તબક્કાવાર અમલીકરણ થઈ રહયું છે. સહુ મિત્રોના સૂચન, કાર્યકર્તાના સૂચન, સામાન્‍ય માણસની રજૂઆત ધ્‍યાને લઈ આવતા દિવસોમાં લોક સરકાર વધુ પારદર્શી બને, વધુ જવાબદેહી બને અને સામાન્‍ય માણસના પ્રશ્‍નોને ઘર આંગણે જવાબ મળે તે માટે કોંગ્રેસ પક્ષ સતત પ્રયત્‍નશીલ છે.

પત્રકારોના એક પ્રશ્‍નના ઉત્તરમાં શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ચોરી ઉપર સીનાજોરી કરતા હોય તેમ રાજ્‍યની તિજોરીને દિનદહાડે લૂંટનારા શાસકો દ્વારા જીએલડીસીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્‍યું. ખેતતલાવડીઓ માત્ર કાગળ ઉપર રહી, ડેમો ઊંડા ઉતારવા માટેની કાર્યવાહીનો સામાન્‍ય માણસ સુધી લાભ ન પહોંચ્‍યો ત્‍યારે ગુનો કરનાર લોકો, વિરોધપક્ષ કે જે સરકારની નબળાઈઓને ઉજાગર કરવા પ્રયાસ કરી રહયા હતા ત્‍યારે સત્તાનો દુરુપયોગ કરી વિરોધપક્ષના પ્રતિનિધિને કાયદાની ચુંગાલમાં ફસાવવામાં આવ્‍યા છે. મને સમગ્ર ન્‍યાયપાલિકા પર વિશ્વાસ છે અને આવતા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.એવું ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા ધનાણી પ્રહારો કરતાં જણાવ્યું હતું.

Youtube : maa news live

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv