અખિલ કચ્છ જીલ્લા મુસ્લિમ જમાત દ્વારા ૦૭/૦૪/૨૦૧૮ શનિવારના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી બપોરે 2:૦૦ વાગ્યા સુધી ભુજમાં એક મહારેલી નું આયોજન કરવામાં આવેલ છે જેથી આ મહારેલી દરમ્યાન ટ્રાફિક નિયમન અને સાવચેતીના ભાગ રૂપે જીલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ ભુજની કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેના મુજબ ભુજ શહેરના નીચે મુજબના કોષ્ટક માં જણાવેલ રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે. જેની અવેજીમાં વૈકલ્પિક રસ્તાઓની પણ માહિતી જણાવેલ કોષ્ટકમાં આપેલ છે
કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)
Comments
Post a Comment