Skip to main content

ભારતીય સ્પેસ પ્રોગ્રામને મજબૂત બનાવવા 10,911 કરોડના બજેટને મંજૂરી...

તાજેતરમાં જ ખેડૂતો માટે મોટી જાહેરાત કર્યા બાદ હવે મોદી સરકારે વિજ્ઞાન ક્ષેત્રે મોટી સહાયતા પ્રદાન કરી છે. ભારતીય સ્પેસ પ્રોગ્રામને નવી તાકાત આપવા માટે કેન્દ્રીય કેબિનેટે મહત્ત્વનું પગલું ભર્યું છે. કેન્દ્રીય કેબિનેટે ગઈ કાલે રૂ.૧૦, ૯૧૧ કરોડના બજેટ પર મંજૂરી આપી દીધી છે. આ રકમનો ઉપયોગ આગામી ચાર વર્ષમાં ૩૦ પીએસએલવી અને ૧૦ રોકેટ્સ લોન્ચ કાર્યક્રમ પર કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું કે ઈસરોના સૌથી શક્તિશાળી રોકેટ જીએસએલવી એમકે-૩ના ૧૦ લોન્ચ માટે રૂ. ૪૩૩૮ કરોડ કેબિનેટ તરફથી મંજૂર કરવામાં આવ્યા છે. આ એક મહત્ત્વનું પગલું છે, કારણ કે તેના દ્વારા હવે ભારતે વિદેશી સ્પેસપોર્ટ્સ પર આધાર રાખવો પડશે નહીં. આ એક મહત્ત્વનું પગલું છે, કારણ કે તેના દ્વારા હવે ભારતે વિદેશી સ્પેસપોર્ટ્સ પર આધાર રાખવો પડશે નહીં.


જિતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હતું કે જીએસએલવી એમકે-૩ પ્રોગ્રામ છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં મોદી સરકારના નેતૃત્વમાં તૈયાર થઈ રહ્યો છે. આ પ્રોગ્રામ મેક ઈન ઈન્ડિયા હેઠળ ચાલી રહ્યો છે. આ પ્રોગ્રામમાં મદદ કરવાના કારણે ઈસરોને ન માત્ર નાના વિદેશી રોકેટને લોન્ચ કરવા, પરંતુ સૌથી ભારે એવા ચાર ટન વજનના સેટલાઈટ પણ લોન્ચ કરવા માટે સક્ષમ હશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કેબિનેટે ૩૦ પીએસએલવી રોકેટ લોન્ચ માટે પણ પરવાનગી આપી દીધી છે, જેના માટે રૂ. ૬૫૭૩ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઈસરો દ્વારા પ્રાઇવેટ પાર્ટિસિપેશનને પણ પ્રમોટ કરવામાં આવી રહ્યું છે તેમજ ભારત તરફથી ઓક્ટોબર અથવા નવેમ્બરમાં 'ચંદ્રયાન-૨' લોન્ચ કરવા માટેની પણ તૈયારી કરી રહ્યું છે, જે ભારત માટે સૌથી મોટી સફળતા હશે.

આ અંગે ઈસરોના ચેરમેન કે. સિવાને કહ્યું કે આ ઈસરો માટે પ્રશંસાની વાત છે. પીએસએલવી અને જીએસએલવી રોકેટ લોન્ચ માટે કેબિનેટ તરફથી મંજૂરી આપવાના કારણે સ્પેસ પ્રોગ્રામને નવી તાકત મળી જશે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv