ગુજરાતના કચ્છ જિલ્લાના ટુંડા ગામમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (આઈએફસી)ના ભંડોળથી ચાલતા ટાટા મુન્દ્રા પાવર પ્લાન્ટ વિરુદ્ધ ગામવાળાઓ અમેરિકન સુપ્રીમકોર્ટમાં પહોંચ્યાની અને તેમની અરજી કોર્ટે સ્વીકારી હોય તેવી વિશ્વની પ્રથમ ઘટના બની છે. ગ્રામવાસીઓનો દાવો છે કે આ કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટથી સ્થાનિક પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. ગ્રામવાસીઓની અરજી ગ્રાહ્ય રાખતાં અમેરિકન સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં શરૂ થતા આગામી સત્રમાં આ કેસની સુનાવણી કરાશે.
સુપ્રીમકોર્ટે જણાવ્યું છે કે આ સુનાવણીમાં એ નક્કી કરાશે કે 1945ના ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઈમ્યુનિટી એક્ટ હેઠળ આઈએફસી મુક્તિ માટે હકદાર છે કે નહીં. નીચલી અદાલતો દ્વારા અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરાયા બાદ ગ્રામીણોએ અમેરિકન સુપ્રીમકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
આ મામલે નવીનાળના માજી સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 2011માં વિશ્વ બેંકની કંપલાયંસ અંબસમેંટ એડવાઇઝરીને ફરીયાદ કરવામાં આવી હતી. તેણે સ્થાનિકે વિઝિટ લઇને 2013માં રિપોર્ટ આપ્યો હતો કે આ ફરિયાદ સાચી છે. વિશ્વ બેંકના સામાજિક અને પર્યાવરણીય ધારા ધોરણોનું ભંગ થયું છે અને તેને લીધે લોકોની આજીવિકાને નુકશાન થઇ રહ્યું છે. આ મામલે ટાટા પાવરના સ્થાનિક અધિકારીઓનો પક્ષ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તેમણે આ કેસ આઇએફસી સામેનો હોવાથી કોઇ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment