Skip to main content

જમ્મુ-કાશ્મીર: ઘૂષણખોરીની કોશિશમાં 5 આતંકીઓ ઠાર..

જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી થઈ રહેલી ઘૂષણખોરીની કોશિશને ભારતીય સૈન્યએ ફરી એકવાર નાકામયાબ કરી નાંખી છે. શનિવારે તંગધાર સેક્ટરમાં ભારતીય સરહદમાં ઘૂષણખોરીનો પ્રયત્ન કરી રહેલા 5 આતંકવાદીઓને સૈન્યએ ઠાર માર્યા હતા. હાલમાં સૈન્યનું ઓપરેશન ચાલુ છે.

ડિફેન્સ મીનીસ્ટ્રીના પ્રવક્તાએ જણાવ્યું કે 'શનિવારે તંગધાર સેક્ટરમાં LOC પર જવાનોએ ઘૂષણખોરીની કોશિશને નાકામયાબ કરી દીધી હતી. આ અભિયાનમાં આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓએ શનિવારે સવારે ઘૂષણખોરીની કોશિશ કરી હતી.'

સેનાએ બે દિવસ પહેલાં પણ આ જ જિલ્લાના કેરન સેક્ટરમાં LOC પર ઘૂષણખોરીની અન્ય એક કોશિશ નાકામ કરી હતી. સેનાની ગોળીબારી પછી ઘૂષણખોરો LOC પર પાકિસ્તાન તરફ ભાગવા માટે મજબૂર થઈ ગયા હતા.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments