Skip to main content
પ્રવાસન
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ: ૧૧ દેશ , ૩૭ રાજયોના ૨૪ પતંગબાજોએ કચ્છનાં આભને રંગીન કર્યું
દેશ-વિદેશના પતંગબાજોએ વિધવિધ પ્રકારનાં પતંગ ચગાવી આભમાં રંગબેરંગી આભા પાથરી ભુજ,મંગળવારઃ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને વહીવટીતંત્રના સહયોગથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૧ દેશોના ૩૭ સહિત દેશના અલગ-અલગ રાજયોના ૨૪ પતંગબાજોએ વિધ-વિધ આકાર-પ્રકારનાં પતંગ ચગાવી આભમાં રંગબેરંગી આભા પાથરી દઇ પ્રવાસન વિભાગના ‘માણો એક નોખી રંગબેરંગી પતંગોની દુનિયા ખુશનુમા આકાશમાં’ સ્લોગનને જાણે વાચા આપી દીધી હતી. આજે ગાંધીધામના રમતગમત સંકુલમાં આયોજિત ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ-૨૦૧૮ને દીપ પ્રાગટ્ય સાથે આકાશમાં બલુન તેમજ કાઈટ વિહરતા મૂકી કાર્યક્રમને હર્ષનાદ સાથે ખુલ્લો મૂકાયો હતો. આ અવસરે કાર્યક્રમના અધ્યક્ષપદેથી કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા છેલ્લાં અનેક વર્ષોથી પતંગ મહોત્સવનું જિલ્લામાં દર વર્ષે અલગ-અલગ સ્થળોએ આયોજન થાય છે. દેશ-વિદેશના કાઇટીસ્ટો પધારેલ છે, તેમના કળા-કૌશલ્યને માણવાનો ગાંધીધામવાસીઓને અનેરો બીજીવારનો અવસર મળ્યો છે તેને સૌ સાથે મળીને માણવાનો છે, તેવી હાંકલ કરી દેશ-વિદેશના કાઈટીસ્ટોને આવકાર્યા હતા અને આગામી ૧૪મીના ઉજવનારા મકરસંક્રાંતિ પર્વની લોકોને શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા કલેકટર રેમ્યા મોહને તંત્ર વતી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુંદર અવસરે વિદેશથી તેમજ ભારતના ખૂણે-ખૂણેથી આવેલા કાઇટીસ્ટોનું શાબ્દિક સ્વાગત કરી તેમને કચ્છની ભૂમિ ઉપર વધાવ્યાં હતા અને તંત્ર તથા ટુરીઝમ વિભાગની સહભાગીદારીથી આખો દિવસ ચાલનારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલને માણવા લોકોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે દેશ-વિદેશના કાઇટીસ્ટોનું બાળકોઓ દ્વારા પુષ્પગુચ્છ તેમજ ખાદીનાં રૂમાલથી હર્ષભેર સ્વાગત કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન મૈત્રી વિદ્યાલયની બાળાઓએ ભારતની સંસ્કૃતિની વિવિધતામાં એકતાસમા રાજસ્થાની ફોકડાંસ, સિંધીલાડો અને ગરબા અને છત્રી સાથે કરેલા નૃત્યના સથવારે દેશ-વિદેશના કચ્છના મહેમાનોને ડોલાવ્યાં હતા. ત્યારબાદ દેશ-વિદેશનાં કાઇટીસ્ટોએ આકાંક્ષાઓ વિસ્તરે આકાશ સુધીની ઓળખસમા પોત-પોતાના પતંગોને આભમાં ઉડાડતાની સાથે કચ્છમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો માહોલ જામ્યો હતો. બેલ્જિયમ,ડેન્માર્ક, ફ્રાંસ, જર્મની, હંગેરી, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, ઇટાલી, સ્પેન સહિતના ૧૧ દેશોના ૩૭ તથા મહારાષ્ટ્ર , નવી દિલ્હી, બિહાર, રાજસ્થાન અને ગુજરાત-કચ્છના ૨૪ જેટલાં કાઈટીસ્ટોએ પોત-પોતાનાં અવનવાં આકાર અને રંગબેરંગી પતંગોને ડોરી બાંધી આકાશમાં ઊંચે ને ઊંચે ચગાવ્યાં હતા. પતંગની સાથે દોરી પર જય જય ગરવી ગુજરાત લખેલો પતંગ પણ ચગાવાયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત શાળાના બાળકો અને આમંત્રિત મહેમાનો અને ગાંધીધામવાસીઓ દેશ-વિદેશના કાઇટીસ્ટોને દાદ આપી વધાવતાં જોવા મળ્યા હતાં. આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા, ટુરીઝમના ડાયરેકટર અને ભાજપ અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકાના અધ્યક્ષા ગીતાબેન ગણાત્રા, અંજાર નગરપાલિકાના અધ્યક્ષા પુષ્પાબેન ટાંક, તા.પં. અધ્યક્ષા લક્ષ્મીબેન મહેશ્વરી, જિલ્‍લા કારોબારી નવીનભાઈ જરૂ, મધુકાંતભાઈ શાહ, મોમાયાભાઈ ગઢવી, રામજીભાઈ ઘેડા, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ બાબુભાઈ હુંબલ, દીપક પારેખ, અતુલભાઈ, બાબુભાઈ અગ્રવાલ, નારાણભાઈ બાબરીયા, નંદુભાઈ ગોહિલ, શાંતિલાલ પરીખ સહિતના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. પૂર્વ કચ્છના પોલીસ વડા ભાવનાબેન પટેલ, પ્રાંત અધિકારી વી.એન.રબારી, ડીવાયએસપી શ્રી વાઘેલા, ગાંધીધામ મામલતદાર શાહ તેમજ મહેસુલી અધિકારીશ્રી વી.કે. વ્યાસ, પ્રવાસનના સહિતના તંત્રના અધિ-કર્મીઓ ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમમાં એપીએમસીના વેલાભાઇ ઝરુ, નાયબ શિક્ષણાધિકારીશ્રી સોની, સીઓશ્રી નિતીનભાઇ બોડાત, પુનિતભાઇ દુધરેજીયા તથા પતંગ શોખીનો, નગરજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.
- મા આશાપુરા ન્યુઝ







9428748643 9725206123 - 37

Publishing Today , Created on Jan 9, 2018

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv