યોગ એ એવી જીવન પધ્ધતિ છે, જેનાથી ગરીબ અને તવંગરને સમાન રીતે ફાયદો થાય છે. યોગ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે, કુદરતી ઔષધીઓ પ્રત્યે લોકો આકર્ષાયા છે. યોગ દ્વારા શારીરિક-માનસિક કષ્ટો દૂર કરી શક્તિમાન બનીએ. ભુજ ખાતે આજે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીનો આર.ડી.વરસાણી કુમાર વિદ્યાલય ખાતે સવારે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકી રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે, સૌથી વધુ તાકાત યોગમાં છે. સમગ્ર દુનિયામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય યોગના ફાયદો પહોંચાડી દેશને ગૌરવવંતો બનાવ્યો છે.
શ્રી આહિરે યોગ વિશ્વને એક તાંતણે બાંધે છે. પ્રત્યેક ભારત સાથે વિશ્વ ગૌરવ અનુભવે છે. યોગ શીખવવાના માધ્યમથી લાખોને રોજગારી મળી છે, તેનો ઉલ્લેખ કરી કચ્છમાં સુંદર આયોજન કરવા બદલ જિલ્લા કલેકટર સહિત સમગ્ર તંત્રની સરાહના કરી સર્વ પ્રજાજનોને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વતી રાજય સરકારના અભિનંદન પાઠવ્યાં હતા.
આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ભુજ નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, ઉપપ્રમુખ રામભાઈ ગઢવી, જિ.પં. ઉપાધ્યક્ષા નિયતિબેન પોકાર, જિ.પં.પૂર્વાધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરીયા, તા.પં. પૂર્વાધ્યક્ષ કંકુબેન ચાવડા, જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન, પશ્ચિમ વિભાગના પોલીસ એમ.એસ.ભરાડા, અધિક કલેકટર ડી.આર.પટેલ, ભુજ પ્રાંત શ્રી રવિન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહયા હતા યોગ અભ્યાસ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે સૌએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવભૂમિ(ઉતરાખંડ) ખાતે કરેલા ઉદ્દબોધનનું જીવંત પ્રસારણ તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો સંદેશ દર્શાવાયો હતો. કચ્છના પાટનગર ભુજ ખાતે આજે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે લોક- ઉત્સાહ સર્જાયો હતો. યોગગુરૂઓ, વિદ્યાર્થીઓ, કર્મયોગીઓ, પોલીસ, એસ.આર.પી.ના જવાનો, એન.સી.સી. કેડેટસ મોટી સંખ્યામાં જોડાયા હતા. આર.ડી. વરસાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પૂર્ણ યોગનું નિદર્શન પ્રસ્તુત કરાયું હતું.

વિવિધ સંસ્થાઓ પણ વિશ્વ યોગ દિવસનો મજબૂત હિસ્સો બની હતી. માસ્ટર ટ્રેઇનર અદ્વૈત ધોળકિયા, આનંદ શર્મા વગેરેએ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે રોટરીના મોહનભાઈ શાહ, લેવા પટેલના ગોપાલભાઈ ગોરસીયા, સિવિલ સર્જન ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાય, સ્ટેમ્પ ડયુટી ના.કલે. સુશ્રી કાથડ, ડીવાયએસપી જે.કે.જેસ્વાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા રમતગમત અધિકારી રોહિતસિંહ પરમાર, માર્ગ-મકાન કા.ઇ. શ્રી શાહ, સહિત જુદાં-જુદાં વિભાગોના અધિકારીઓ જોડાયાં હતા.
Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group : maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.
મા ગૌશાળા :
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર
,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર :
15 રૂપિયામાં
20 લીટર
Comments
Post a Comment