સેઈન નદી ગાંડીતુર થતા અનેક મકાનો પાણીમાં ગરકાવ : ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું..
ફ્રાંસમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. જેના કારણે પેરિસમાંથી નીકળતી સેઈન નદીના પાણીનું લેવલ 20 ફૂટ જેટલું વધી ગયું છે. વર્ષ 1910 પછી પહેલી વખત પેરિસમાં ભાયનાક પૂરની આવી સ્થિતિ જોવા મળી રહી છે. પેરિસના સૌથી વધુ વ્યસ્ત 7 રેલવે સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત પેરિસના 11 વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અતીભારે વરસાદના કારણ પેરિસ અને તેની આસપાસ આવેલા 240 શહેરમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. પૂરની સ્થિતિ વચ્ચે અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને 1500થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પેરિસમાં છેલ્લા 20 વર્ષમાં, આ નવમી વખત પૂર આવ્યું છે.
મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Comments
Post a Comment