આજરોજ એલ.સી.બી. સ્ટાફ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેટ્રોલીંગમાં રહેલ એક ટીમ ફરતા ફરતા ભીડનાકા પાસે આવતા ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, સંદિપ દયાલજી ઠકકર, રહે.રધુવંશીનગર, ભાનુશાલી નગર પાછળ, ભુજ વાળો તથા તેના બે માણસો ઇંગ્લીદારૂનો જથ્થો લઇને રેલ્વે સ્ટેશનથી ન્યુ સલમાન ટી હાઉસ તરફ પગે ચાલી જાય છે.

જેથી તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યા ન્યુ સલમાન ટી હાઉસ પાસે ઉપરોકત બાતમી હકીકત વાળા ઇસમો શંકાસ્પદ હાલતમાં હાથમાં થેલા લઇ આવતા હોય જેઓને રોકી પુછપરછ કરતા નં. (૧) સંદિપ દયાલજી ઠકકર, રહે. રધુવંશીનગર, ભાનુશાલીનગર પાછળ, ભુજ નં. (ર) જીતુકુમાર રામદિન અહીવર, રહે. હાલે રધુવંશીનગર, મહાકાળી મંદિરની બાજુમાં ભુજ, મુળ રહે.-ગામ ગડુકા, તા.મોઠ, જિ.ઝાંસી, (યુ.પી.) વાળો તથા નં. (૩) મુકેશ શાંતિલાલ ઠકકર, રહે.રધુવંશીનગર, મહાકાલી મંદિરની બાજુમાં, ભુજ વાળો હોવાનું જણાવેલ તેમજ તેઓની પાસે રહેલ થેલાઓમાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૩ર, કિંમત રૂા.૪૬,૨૦૦/- મળી આવેલ તેમજ મોબાઇલ ફોન નંગ-ર, કિ.રૂા.૧૦૦૦/- એમ કુલ્લે રૂા.૪૭,૨૦૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

તેમજ પેટ્રોલીંગમાં રહેલ બીજી ટીમ પેટ્રોલીંગ દરમ્યાન ભુજ રેલ્વે સ્ટેશન ત્રણ રસ્તા પાસે આવતા સામેથી ત્રણ ઇસમો રેલ્વે સ્ટેશન બાજુથી હાથમાં થેલા લઇ શંકાસ્પદ હાલતમાં આવતા હોઇ જેઓને કોર્ડન કરી ઉભા રાખી તેઓના નામ ઠામ પુછતા (૧) વિશાલ સાદુલભાઇ રામ (આહિર), રહે.હાલે સહયોગનગર, શેરી નં.૧૨, ભુજ, મુળ રહે.-ગામ સજવાપુર, તા.ઉના, જિ.સોમનાથ, નં. (ર) જીગર દિનેશભાઇ કોટક (ઠકકર), રહે.સહયોગ નગર, શેરી નં.૧ર, ભુજ વાળો તથા નં.(૩) નિલેશ અરજણ આહિર, રહે. હાલ -સહયોગ નગર, શેરી નં.૧૫, ભુજ, મુળ રહે.-માદેવીયા, તા.ખંભાળીયા, જિ. દેવભુમી ધ્વરાકા, વાળો હોવાનું જણાવેલ, તેમજ તેઓના કબ્જાના થેલાઓ ચેક કરતા જેમાંથી અલગ-અલગ બ્રાન્ડના બિયરના ટીન નંગ- ૮૦, કિંમત રૂા.૮,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આમ આ કામે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી માટે ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
અહેવાલ અને તસવીર - કિરણ ગોરી
Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment