Skip to main content

ફરાદીની આધેડ મહિલાએ જાત જલાવી: કારણ અકળ

માંડવી તાલુકાના ફરાદી ગામે રહેતી 55 વર્ષિય આધેડ મહિલાએ પોતાના ઘરના બાથરૂમમાં કેરોસીન છાંટી સળગી મરતાં ચકચાર મચી ગઇ છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર ફરાદીમાં રહેતી 55 વર્ષિય જીવાંબેન પચાણ મહેશ્વરી બપોરે 4 વાગ્યાના અરસામાં ન્હાવાનું કહી બાથરૂમમાં ગયા હતા. બાથરૂમમાં ગયા બાદ તેણે પોતાના શરીર પર કેરોસીન છાંટી અગનપછેડી ઓઢી લીધી હતી. અામહિલા ભડભડ સળગવા લાગતાં તેના પરિવારજનો તેને પ્રથમ માંડવીની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે સારવાર કારગત ન નિવડતાં સાંજે સાડા સાત વાગ્યે આ મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા. જોકે મહિલાએ કયા કારણોસર જાત જલાવી તેનું કારણ હજુ સુધી અકળ રહ્યું છે. પોલીસે બનાવ અંગે પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી આદરી છે. 

Comments