માંડવી ભુજ હાઇવે પર કોડાય પુલ નજીક ઘમ્ખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
ભુજ માંડવી હાઇવે પર સાંજે ૪ વાગ્યાના અરસામાં બંને યુવાનો બાઈક પર સવાર હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે એક યુવાન ઘાયલ થયો હતો. ઘાયલ યુવાનને વધુ સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો. ઘટના બાદ ઘટનાસ્થળે લોકો એકઠા થઇ ગયા હતા. લોકોએ એમ્બુલેંસ તેમજ પોલીસને જાણ કરતા એમ્બુલેંસ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોચી આવી હતી, યુવાન ને હોસ્પીટલે ખસેડ્યા બાદ, અકસ્માત ક્યાં કારણોસર થયો ? મૃતક તેમજ ઈજા પામનાર કોણ છે ? તેમજ ટક્કર મારનાર વાહન કયો અને કોનો હતો ? આ બધી તપાસ પોલીસે હાથ ધરી છે..
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment