Skip to main content

કર્ણાટકઃ કુમારસ્વામીએ બહુમત સાબિત કર્યું, 117 ધારાસભ્યોનું સમર્થન..

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શુક્રવારે વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધો છે. તેમના સમર્થનમાં 117 ધારાસભ્યોએ મતદાન કર્યું. વિશ્વાસમત પહેલાં જ યેદિયુરપ્પા સહિત ભાજપના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરી લીધું હતું. એક સપ્તાહમાં આવું બીજી વખત થયું કે, ભાજપે ફ્લોર ટેસ્ટમાં ભાગ લીધો નહતો. આ પહેલાં 19 મેએ વિશ્વાસમત સાબિ ત કરતા પહેલાં જ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું. શુક્રવારે ગૃૃૃહમાં પોતાના ભાષણ દરમિયાન યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, આ ગઠબંધનવાળી સરકાર વધારે દિવસે ચાલશે નહીં. તેમણે કુમારસ્વામીની સરખામણી કાચિંડા સાથે પણ કરી હતી. કુમારસ્વામીએ જવાબમાં કહ્યું હતું કે, તેઓ કોઈના પર અંગત રીતે હુમલો નહીં કરે. તેમણે વિશ્વાસ રજૂ કર્યો કે, ગઠબંધનની સરકાર સંપૂર્ણ 5 વર્ષ ચાલશે.

કર્ણાટક વિધાનસભાના નવા સ્પીકર તરીકે કોંગ્રેસ રમેશ કુમાર નવા સ્પીકર બન્યા છે. તેઓ પહેલા પણ વિધાનસભા અધ્યક્ષ રહી ચૂક્યા છે. ફ્લોર ટેસ્ટના ઠીક પહેલા બીજેપીના સુરેશ કુમારે પોતાનું નામ પરત લઈ લીધું હતું. બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું કે, સ્પીકર પદની ગરિમા કાયમ રાખવા માટે બીજેપીએ પોતાના ઉમેદવારનું નામ પરત લીધું. આ દરમિયાન, કુમારસ્વામીએ વિશ્વાસમત પ્રસ્તાવ રજૂ કર્યો. તે પહેલા કુમારસ્વામએ કહ્યું હતું કે મને કોઈ વાતનો તણાવ નથી. જીત મારી જ થશે. આ દરમિયાન, વિધાનસભા શરૂ થતા પહેલા કોંગ્રેસ નેતા અને ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વરે જેડીએસ સાગથે ગઠબંધનના મુખ્યમંત્રીને લઈને મોટું નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર પાંચ વર્ષના કાર્યકાળ માટે મુખ્યમંત્રી તરીકે એચડી કુમારસ્વામીનું સમર્થન કરવા પર હજુ કોઈ નિર્ણય લીધો નથી.
(યેદિયુરપ્પાએ નવા સ્પીકરને અભિનંદન પાઠવ્યા)

વિશ્વાસમત પ્રસ્તાવ રજૂ કરતા પહેલાં કુમારસ્વામીએ ગૃહને સંબોધિત કરતા કહ્યું કે જનાદેશ બીજેપી માટે નહોતો. તેઓએ કહ્યું કે, આ વખતે જનાદેશ વર્ષ 2004ની જેમ છે. તે વર્ષે હું પહેલીવાર ધારાસભ્ય બન્યો હતો અને ગૃહની કાર્યવાહીને જોઈ હતી. કુમારસ્વામીએ કહ્યું કે યેદિયુરપ્પાએ કહ્યું કે રાજ્યપાલે નિયમોનું પાલન કર્યું કે પહેલા સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવાની તક મળવી જોઈએ. હું ગુલાબ નબી આઝાદ, સિદ્ધારમૈયા અને પરમેશ્વરનો આભાર માનું છું.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv