કચ્છમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માં આ બનાવની ચર્ચા થઈ રહી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ મહિનામાં 111 નવજાત બાળકોના મોત નિપજ્યા છે. આ આંકડાઓ ચોંકાવનારા છે. માત્ર પાંચ મહીના માં ભુજ ની જી.કે. જનરલ હોસ્પિટલમાં 111 નવજાત શિશુઓના મોત નિપજ્યા છે. અદાણી સંચાલિત ભુજ ની જી.કે.જનરલ હોસ્પિટલમાં 2017 ના વર્ષમાં 185 બાળકોના મોત નિપજ્યા હતા.
આ અંગે હોસ્પિટલના ડાયરેક્ટર ડો.રાવ સાથે વાતચીત કરતા તેમણે હોસ્પિટલ મેનેજમેન્ટ નો લુલો બચાવ કર્યો હતો અને કચ્છના છેવાડા ના અને દૂર ના વિસ્તારોમાંથી આવતા બાળકો કુપોષણ નો શિકાર હોવાની વાત કરી હતી. આ જ મામલે અનેક સવાલો સર્જાયા છે અને આંકડાકીય માહિતી પણ ચોંકાવનારી સાબિત થઈ છે. મામલાની ગંભીરતા ને જોતા રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ ભુજ ની જી.કે હોસ્પિટલની મુલાકાત લેવા માટે રવાના થઈ ચૂકી છે આ મામલે જિલ્લા કલેકટરે પણ અદાણી સંચાલકો પાસેથી આ મામલે રિપોર્ટ માંગ્યો છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, આ માસુમો ના મોત પાછળ આખરે જવાબદાર કોણ ??
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment