Skip to main content

ભુજના જયુબેલી ગ્રાઉન્ડ નજીક નાસ્તાની લારીઓ વાળાને દુર કરાયા..

ભુજ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ભુજ શહેરના હાર્દ સમા એવા જયુબેલી ગ્રાઉન્ડ પાસે ઉભતા નાસ્તાની લારીઓ વાળાઓને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આજે એટલે કે તા.૧૯-૫-૧૮ ના સવારે ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. ઘણા સમય થી જ્યુબીલી ગ્રાઉન્ડ પાસે નાસ્તા ની લારી, પેસેન્જર વાહનો ને લીધે ખુબ ટ્રાફિક જામ થતો હતો. અવારનવાર રજુઆતને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ અહી જ નાસ્તા ની લારી વાળા તેમજ પેસેન્જર વાહનો ને હટાવવામાં આવ્યા છે પરંતુ જાણે આ એક ક્રમ થઈ ગયો હોય તેમ થોડા સમય માટે બધું સાફ થઈ જાય છે અને થોડા સમય બાદ ફરી જૈસે થે ની સ્થિતિમાં આવી જાય છે અને ફરી ટ્રાફિક જામ ની સમસ્યા બરકરાર થઈ જાય છે.

પરંતુ જે હોય તે પણ આજે જે કામગીરી થઈ તેને લોકો એ બિરદાવી અને ગણગણાટ જોવા મળ્યો કે આવી કામગીરી ભુજ ના બીજા ગીચતા ધરાવતા વિસ્તારોમાં પણ થાય જેથી રાહદારીઓને ઓછી તકલીફ પડે.

હવે જોવાનું એ રહ્યું કે આ નાસ્તાની લારી વાળા ફરી પાછા આ જ જગ્યા આવે છે કે કેમ અને આવે છે તો ફરી આ જ કામગીરી થશે કે શું ?
અહેવાલ અને તસ્વીર - દિલીપ ગજ્જર

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments