Skip to main content

જળસંચયના મહાઅભિયાનમાં કચ્‍છ પ્રદેશ અવ્‍વલ રહેશે : વાસણભાઈ આહીર

આજરોજ તેમના પ્રવાસના બીજા દિવસે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે લુણવા ખાતે સુજલામ- સુફલામ અંતર્ગત તળાવ ઉડું કરવાના કામનો શાસ્‍ત્રોકતવિધિએ પ્રારંભ કરાવતા જળસંચયના મહાઅભિયાનમાં ૧૦૦ ટકા કામગીરી સાથે કચ્‍છ પ્રદેશ અવ્‍વલ રહેશે તેવો તેમનો અદમ્‍ય વિશ્‍વાસ જનમેદનીના ગગનભેદી હર્ષોલ્‍લાસ વચ્‍ચે વ્‍યકત કર્યો હતો.

તેમણે રાજયભરમાં જળ સમસ્‍યાથી સૌથી વધુ પિડીત કચ્‍છની વેદના લાગણી સભર વર્ણવતા સંવેદનશીલ તેમની સરકારે જળસંચય અભિયાન શરૂ કર્યુ છે ત્‍યારે જળસંગ્રહમાં, જળ બચાવમાં વ્‍હાલ સોયા કચ્‍છ પ્રદેશ રાજય, દેશ, દુનિયાને નવીનત્તમ દિશા નિર્દેશ આપનારો બની રહેશે તેવો તેમનો અંતરનાદ દોહરાવ્‍યો હતો.

શ્રી આહિરે ઓણની સાલ પ્રભુ એવો વરસસેને જળ સંચયની મહેનત લેખે લાગશે, કચ્‍છડો પુનઃ લીલોછમ, હર્યો ભર્યો થઇને જ રહેશે તેવી હદયપૂર્વકની પ્રાર્થના કરતાં ઉપસ્‍થિતોને જળસંચય, જળબચાવ માં તન, મન અને ધનથી સહયોગ આપવા સંકલ્‍પબધ્‍ધ કર્યા હતા.

તેમના પ્રવચનના અંતમાં શ્રી આહિરે લોકજીવનની મુંઝવણ દુર કરવા ખડેપગે રહયા છે અને રહેશે તેવો અંતરનાદ વ્‍યકત કરતાં સર્વ ભવન્‍તુઃ સુખીન, સર્વ સંતુઃ નિરામયાનો જયનાદ કર્યો હતો.

આ પહેલા પાંકડસર જાગીરના જગમશહુર જળાશયમાં ચાલતા કામની મુલાકાત લઇ હાથ ધરાયેલ કામગીરીનું પૂ.બાપુશ્રી કૃષ્‍ણાનંદબાપુ તેમજ આગેવાનો સાથે નિરીક્ષણ કરતાં જળાશયની સુવિખ્‍યાત જીવસૃષ્‍ટિ કાચબા તેમજ જળસર્પો માટે જાગીર દ્વારા પાણીની ખાસ વ્‍યવસ્‍થા લધુ જળાશય ઉભું કરી આદરેલ જીવદયા પ્રવૃતિની તેમણે દિલોજાનથી પ્રસંશા કરતા ગુરૂવંદના, પૂ.બાપુના આર્શિવાદ મેળવ્‍યા હતા.બાદ મંત્રીશ્રીએ મોગલધામની મુલાકાત લઇ મહંતબાપુના આર્શિવાદ મેળવ્‍યા હતા.

તે પહેલા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે ખારોઇ ખાતેના રાવસર તળાવને ઉંડા કરવાના કામનું નિરીક્ષણ કરતાં સમગ્ર કાર્યમાં પ્રાણ પુરનાર ખારોઇ ગ્રામ વિકાસ મિત્રમંડળ તથા ફટક પરિવારને હદયપૂર્વકના અભિનંદનો પાઠવ્‍યા હતા.

આ પ્રસંગે ખારોઇ સરપંચશ્રી શિવુભા જાડેજા, અગ્રણીશ્રી હેમભા જાડેજા, ઘેટા અને ઉન વિકાસ નિગમના શ્રી અરજણભાઇ રબારી, પૂર્વ ભાડા અધ્‍યક્ષશ્રી વિકાસ રાજગોર, ભચાઉ તાલુકા પંચાયત કારોબારીશ્રી નરેન્‍દ્રદાન ગઢવી, વરિષ્‍ઠ અગ્રણીશ્રી મહેન્‍દ્રસિંહ જાડેજા, દિલુભા જાડેજા, રાજુભાઇ ઉમરાણીયા, રમેશભાઇ લોહાર, બુધુભા બાપુ, રાણાભાઇ આહીર, કબરાઉ સરપંચશ્રી કાનાભાઇ જગાભાઇ, તા.પં.સભ્‍ય હરદેવસિંહ જાડેજા, અરજણભાઇ આહિર, રાણુભા જાડેજા, લુણવા સરપંચ રેખાબેન કે, માજી સરપંચ રવાભાઇ, શ્રી રાધા વરચંદ, જનકસિંહ જાડેજા, વાઘજીભાઇ છાંગા, ધનાબાપા, પ્રદિપસિંહ તલાટી, કાના છાંગા, ભચાઉ ટીડીઓશ્રી પંચાલ, સિંચાઇ ડેપ્‍યુટી એ.કે.પટેલ, તા.પં.સુપરવાઈઝરશ્રી વી.પી.રાઠોડ, જિલ્‍લા સમાજ કલ્‍યાણના શ્રી અગારા, ભુરાભાઇ આગેવાન, ખારોઇ, કબરાઉ તથા લુણવાના ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv