Skip to main content

વડોદરાઃ દેણા ચોકડી પાસે નેશનલ હાઈવે 8 પર પાંચ વાહનો વચ્ચે અકસ્માત, લોકોએ કર્યો ચક્કાજામ..

વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર દેણા ચોકડી પાસે છેલ્લા એક સપ્તાહમાં ત્રીજો અક્સમાત નોંધાયો છે. આજે થયેલા અકસ્માતમાં પાંચ વાહનોનો ધડાકાભેર અથડાયા હતા. અકસ્માત થતાં કોલેજ બસમાં સવાર 5 જેટલા સ્ટુડન્ટ ફસાયા હતા. જેથી ફાયરબ્રિગેડની ટીમને બોલાવવાની ફરજ પડતાં ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. દેણા ચોકડી પાસે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોવાના પગલે લોકોએ અહીં બ્રિજ બનાવવાની માંગ કરી છે. જેનો તંત્ર દ્વારા કોઈ વળતો જવાબ નહીં આપતાં લોકોએ આજે ફરીથી હાઈવે ઉપર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.


વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં-8 ઉપર દેણા ચોકડી પાસે પાંચ વાહનો એક સાથે ધડાકાભેર અથડાયા હતા. મારૂતિ વાન, ટ્રેક્ટર, ટેમ્પો, ટ્રક અને કૉલેજ બસ વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી ગઇ હતી. અકસ્માતગ્રસ્ત એનસીટી કોલેજની બસમાં પાંચ જેટલા સ્ટુડન્ટ ફસાઇ ગયા હતા. જેથી તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને બસમાં ફસાયેલા સ્ટુડન્ટ્સને બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માતમાં ટ્રેક્ટર અને મારૂતી વાનમાં સવાર કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અને 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી.

દેણા ચોકડી પાસે વારંવાર અકસ્માત સર્જાતો હોવાથી દેણા ગામના રહીશોમાં રોષ ફેલાઇ ગયો હતો અને એક સમયે ચક્કાજામ કરી દીધો હતો.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments