Skip to main content

ભુજના જય નગર ત્રણ રસ્તા પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત એક ઘાયલ

મનજી સુમાર ખોખર ઉ.વ 52 અને ગંગાબેન મનજી ખોખર (મારવાડા) રહે અવધ નગર કુકમાં , બંને પતિ પત્ની કુકમાં થી આજ રોજ તા 09-06-2018 સાંજે મોટર સાઈકલ ન જી જે 12 એ ડી 4454 દ્વારા  મીરાજપર જઈ રહ્યા હતા ત્યારે 19:00 વાગ્યા ના અરસામાં જય નગર પ્રિન્સ રેસિડેન્સી સામે ના ત્રણ રસ્તા પર સામે થી આવી રહેલ ટ્રક નંબર જી જે 12 એ વી 8985 ના ડ્રાઈવરએ મોટર સાઈકલ ને ટક્કર મારતા અકસ્માતમાં મનજી સુમાર ખોખર નું મોત નીપજયું છે અને ગંગાબેનને ગંભીર ઈજાઓ થતાં પ્રથમ ભુજ સરકારી હોસ્પિટલ માં ખસેડાયા બાદ વધુ સારવાર માટે ભુજની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયા છે 

Comments