Skip to main content

ભાજપ નેતા અને RSS જ રચી રહ્યાં છે PM Modi ની હત્યાનું ષડયંત્ર : Shehla Rashid

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્ર ને લઈને એક ચોકાવનારા નિવેદને ભાજપની ઉંધ ઉડાવી દીધી છે. જેમાં પણ જેએનયુ સ્ટુડન્ટ યુનિયનની પૂર્વ અધ્યક્ષ Shehla Rashid એ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને RSS પર PM Modi ની હત્યાનું ષડયંત્ર રચવાનો આક્ષેપ મુક્યો છે. જેના પગલે શેહલા અને ગડકરી વચ્ચે ટ્વીટર પર જંગ છેડાયુ છે.
Looks like RSS/Gadkari is planning to assassinate Modi, and then blame it upon Muslims/Communists and then lynch Muslims
શેહલા રશીદે ટ્વિટમાં લખ્યું છે કે આરએસએસ અને નીતિન ગડકરી પીએમ મોદીની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. આમને જુઓ બાદમાં મુસલમાનો અને કમ્યુનિસ્ટો પર આરોપો લગાવો અને પછી મુસ્લિમોનું લિંચિંગ કરો.
જયારે શેહલાના ટ્વિટથી આક્રોશમાં આવેલા ગડકરીએ એ નામ લીધા વગર ગડકરીએ લખ્યું, હું અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જઈ રહ્યો છું જેમણે મારા પર પીએમ મોદીને હત્યાના કાવતરાનો આક્ષેપ મુક્યો છે.
જો કે આ બધા વચ્ચે શહેલાએ જેએનયુ સ્ટુડન્ટ ઉમર ખાલિદનો મુદ્દો ઉઠાવ્યો. શેહલાએ બીજી ટ્વિટમાં લખ્યું, વિશ્વની સૌથી મોટી પાર્ટીના નેતા એક વ્યંગાત્મક ટ્વિટથી ઉત્તેજિત થઈ ગયા. જરા વિચારો એક નિર્દોષ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને તેના પિતાને કેવું લાગશે જ્યારે તેમને જૂઠ્ઠા આરોપ બદલ ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ગડકરી રાહુલ શિવશંકર પર કાર્યવાહી કરશો ?

Leader of world's biggest party gets worked up about a sarcastic tweet. Imagine what an innocent student @UmarKhalidJNU must be going through after a baseless media assault on him & his father by Times Now.

Mr. Gadkari, will you also take action against Rahul Shivshankar? https://twitter.com/nitin_gadkari/status/1005480418093686785 

Comments